સરકાર દ્વારા તાજેતરમાં નર્મદાની બ્રાન્ચ અને માઇનોર કેનાલોમા પાણી છોડવાની જાહેરાત કરાતા ખેડૂતો હરખાયા હતા. હારિજ તાલુકામા પસાર થતી હારિજ અને રાજપુરા બ્રાન્ચ કેંનાલોમાં પાણી છોડાય તો પશુપાલકોને ઘાસચારામાં જીવતદાન મળી રહે માટે હારિજ શાખા નહેરમાં પાણી છોડવા પશુપાલકો માંગ કરી રહ્યા છે.
હારિજ તાલુકો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે. રવિ સિઝન પૂરી થતાં 31 માર્ચે નર્મદાની બ્રાન્ચ માઇનોર કેનાલોમાં પાણી બંદ કરવામાં આવ્યું હતું. પશુપાલન સાથે નિર્ભર થતા ખેડૂતોને કેનાલમાં પાણી બંધ થતાં ઘાસચારો સુકાવા લાગ્યો છે. માટે એક માસમાં થોડા દિવસો પાણી આપવામાં આવે તો પશુપાલકોને આશીર્વાદ રૂપ સાબિત થાય તેમ છે.
તાજેતરમાં સરકારે ઉનાળુ વાવેતરના બચાવ માટે અને ઘાસચારાના બચાવ માટે પાણી છોડવા જાહેરાત કરી છે. ત્યારે રાધનપુર વિસ્તારમાં પસાર થતી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. માટે હારિજ શાખા નહેરમાં પાણી છોડવામાં આવે તો 15 ગામના ખેડૂતો પશુપાલકોને ઘાસચારામા જીવતદાન મળી શકે તેમ છે.ગોવનાના ખેડૂત બબાજી લક્ષમણજી જાડેજાના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા એક મહિનામાં માત્ર એક સપ્તાહ પાણી છોડવામાં આવે તો પશુપાલન પર નિભાવ કરતા ખેડૂતોને ઘાસચારો બચાવવા આશીર્વાદ રૂપ થઈ શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.