તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:હારિજ, ચાણસ્મા અને લણવા સિવિલમાં ઓક્સિજન સાથે કોવિડ વોર્ડ તૈયાર કરાયાં

હારિજ/ચાણસ્મા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
હારિજ - Divya Bhaskar
હારિજ
 • ધારપુર સિવિલમાં વેઈટિંગ વધતાં સ્થાનિક ઓઈસોલેશન વોર્ડની માંગ ઉઠી હતી
 • હારિજમાં 6, ચાણસ્મા અને લણવામાં 10-10 બેડ પર કોરોનાની સારવાર શરૂ કરાઈ

હારિજ સિવિલમાં કોરોના વોર્ડની માંગ સાથે શનિવારે ઠાકોર સેનાના ચાર કાર્યકરો મામલતદાર કચેરી આગળ ધરણા પર ઉતર્યા હતાં. જે રજુઆતના પગલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હારિજ સિવિલ ખાતે હાલમાં 6 ઓક્સિજન બોટલ લાવી દર્દીઓની સેવા શરૂ કરવામા આવી છે હાલમાં ચાર કોરોનાના દર્દીઓ ઓક્સિજન સાથે સારવાર લઇ રહ્યાં છે.ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી ને અજગરી ભરડો લીધો છે.

ચાણસ્મા
ચાણસ્મા

ત્યારે ચાણસ્માના ધારાસભ્ય દિલીપ ઠાકોર દ્વારા તાત્કાલિક અસરથી ગ્રાન્ટ ફાળવાતા ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને લણવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન સાથે કોરોના દર્દીઓની સારવાર હાથ ધરવામાં આવી છે. હાલમાં ચાણસ્મા ખાતે 25 પૈકી 10 બેડ પર દર્દીઓની ઓક્સિજન સાથે સારવાર આપવામાં આવી રહી છે જ્યારે 15 દર્દીઓ સામાન્ય હાલત હોવાથી પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. જ્યારે લણવા ખાતે ઓક્સિજન 10 પૈકી પાંચ બેડ પર દર્દીઓની ઓક્સિજન સાથે અપાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો