તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:હારિજ તાલુકા પંચાયતમાં ગત ટર્મ કરતાં ઊલટું પરિણામ,ભાજપ 8,કોંગ્રેસ 7 પર વિજયી

હારિજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
હારીજ તા.પં.ના વિજેતા ઉમેદવારોને ટેકેદારોએ ગલાલથી રંગબેરંગી કરી ઉત્સાહ મનાવ્યો. - Divya Bhaskar
હારીજ તા.પં.ના વિજેતા ઉમેદવારોને ટેકેદારોએ ગલાલથી રંગબેરંગી કરી ઉત્સાહ મનાવ્યો.
  • ગત ટર્મમાં કૉંગ્રેસ 8 ભાજપ 7 બેઠક પર વિજેતા હતું

હારિજ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાં ચૂંટણી જાહેર થઈ હતી પણ સાંકરા તાલુકા પંચાયત બેઠક અનુસૂચિત જનજાતિની અનામત હોઇ તેનાં પર કોઈ ઉમેદવાર નહીં નોંધાતા 15 બેઠકોમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગત ટર્મના પરિણામ ઉલટા થઈ ગયા હતાં. ગત ટર્મની ચૂંટણીમાં 8 બેઠક કોંગ્રેસના ફાળે હતી જ્યારે 7 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી થતા તાલુકા પંચાયત કોંગ્રેસની રચાઈ હતી પણ વર્તમાન સમયની ચૂંટણીમાં પરિણામોમાં ફેરફાર થતાં 8 ભાજપના ફાળે તેમજ 7 કૉંગ્રેસના ફાળે બેઠકો જતાં ભાજપ તાલુકા પંચાયત પર કબજો જમાવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે .

હારીજ તાલુકા પંચાયત ની યોજાયેલ ચૂંટણીની મતગણતરી મંગળવાર સવારથી મોડેલ સ્કુલ બહાર શરૂ થતા સવારથી બન્ને પક્ષના ઉમેદવારોના ટેકેદારો મોડેલ સ્કુલ બહાર આવીને ગોઠવાયા હતાં. જેમા પરિણામો જાહેર થતા સૌ પ્રથમ અડીયા તાલુકા પંચાયત બેઠકનું પરિણામથી બીજેપીએ ખાતું ખોલાયું હતુ. ત્યાર પછી માંકા જીલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર વિજયી થતા કૉંગ્રેસ કાર્યકરો પણ ગેલમાં આવી ગયા હતાં. હારીજ તાલુકા પંચાયત ગત ટર્મમા કૉંગ્રેસને 8 એટલે એક બેઠક વધું મળતાં કૉંગ્રેસની તાલુકા પંચાયત રચાઈ હતી. જ્યારે અઢી વર્ષ પુર્ણ થતા એક કૉંગ્રેસના સદસ્યએ બળવો કરતાં ભાજપે તાલુકા પંચાયતની સત્તા પર કબ્જો જમાવ્યો હતો.

ભાજપના બંને નેતાઓના ગામની બેઠક કોંગ્રેસના ફાળે
હરિજના દાંતરવાડા ગામનાં જીલ્લા ભાજપ પ્રમુખ દશરથજી વાઘાજી ઠાકોર અને કેબિનેટ મંત્રી દિલિપજી વિરાજી ઠાકોરની તાલુકા પંચાયતની જશોમાવ બેઠક પર જશોમાવ, દાંતરવાડા, અને અરીઠા ગામનું મતદાન છે.જેમાં ભાજપને માત્ર 25 મતોથી હાર માનવી પડી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ અને કેબિનેટ મંત્રીના વિસ્તારમાં જ કોંગ્રેસે ગાબડું પડતા રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...