અકસ્માત:નારણપુરા પાટિયા નજીક કન્ટેનર અને દૂધ ટેન્કર ટકરાતાં કન્ટેનર ચાલકનું મોત

હારિજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા-હારિજ હાઇવે પર નારણપુરા પાટિયા નજીક સામસામે કન્ટેઇનર અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા - Divya Bhaskar
ચાણસ્મા-હારિજ હાઇવે પર નારણપુરા પાટિયા નજીક સામસામે કન્ટેઇનર અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા
  • બહુચરાજીથી કાર ભરીને કન્ટેઇનર મુંદ્રા જઈ રહ્યું હતું,ઓવરટ્રેક કરવા જતા અકસ્માત

હારિજ-ચાણસ્મા હાઇવે પર આવેલા નારણપુરા પાટિયા નજીક સોમવારની રાત્રીએ હારિજ તરફથી દૂધ ભરીને ટેન્કર મહેસાણા જઇ રહ્યું હતું ત્યારે બહુચરાજીથી મુંદ્રા તરફ કાર ભરીને જઈ રહેલ કન્ટેનરના ચાલકે નારણપુરા પાટિયા નજીક રોંગ સાઈડમાં જઇ ઓવર ટ્રેક કરવા જતા સામે આવી રહેલાં ટેન્કરને અકસ્માત સર્જાતાં કન્ટેનરના ચાલકનું મોત નિપજ્યું હતું.

મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતેથી સોમવારના રોજ કન્ટેનરમાં મારૂતી કંપનીની કાર ભરીને સાઉદ આફ્રિકામાં મોકલવાની હોઈ મુંદ્રા બંદર ખાતે જઇ રહ્યું હતું. કન્ટેનર (એમ.એચ.જીયુ.4293)ના ચાલક રંગલાલ ગુર્જર મૂળ.રાજસ્થાન ટ્રેલર લઈ રાત્રીના એક વાગ્યાના સમયે નારણપુરા પાટિયા નજીક પહોંચતા રોંગ સાઈડમાં જઇ ઓવરટ્રેક કરવા જતા હારિજ તરફથી દૂધ ભરીને મહેસાણા દૂધ સાગર ડેરીના ટેન્કર (GJ 24 ZZ 7734) સાથે કન્ટેનર અથડાતાં કન્ટેનર ચાલક રંગલાલ ગુર્જરને પેટમાં સ્ટિયરિંગ વાગતાં ગંભીર ઘાયલ થયો હતો. જેને 108માં સારવાર માટે ચાણસ્મા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...