હારિજના ખેડૂતે ચાબખા ગામની સીમમાં 15 વર્ષ પહેલા એક ખેડૂત જોડે જમીન વેચાણ રાખી હતી.જેના દસ્તાવેજ આધાર પુરાવા કપ્લેટ હતા.ખેડૂતે મૂળ વેચાણ આપનાર માલિકને ભાગે વાવણી કરવા આવતા ખેતરમાં છાપરું કરી કબજો જમાવી ખાલી નહિ કરતા વેચાણ લેનાર ખેડૂતે જિલ્લા કલેકટર કચેરીમાં રજુઆત કરાતા તેના દસ્તાવેજ અને આધાર પુરાવા ના આધારે તંત્રે વેચાણ આપનાર પરિવારોના 8 સભ્યો પર જમીન ખરીદનાર માલિકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જેની તપાસ રાધનપુર ડી.વાય.એસ.પી.એચ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે.
ચાબખા ગામની સર્વે નંબર 30 વાળી હે.આરે.ચો.મી.2.22.3737 મૂળ ચાબખાના ખેડૂત ઠાકોર વિસાજી કાળાજી અને તેમના પરિવાર પાસેથી સને 2006 ના વર્ષમાં હારિજ ના ખેડૂત ઠાકર નટવરલાલ વૈકુંઠરામ અને તેમના ભાઈ ભગવતીપ્રસાદ વૈકુંઠરામે રૂ.50 હજારમાં રાખી હતી.જેનો વેચાણ દસ્તાવેજ તા.21 જૂન 2006 ના રોજ નંબર 631/2006 મુજબ કરવામાં આવ્યો હતો.અને નોંધ મંજુર થતા નોંધ નંબર 508 મુજબ બંને ભાઈઓના નામ ભગવતીપ્રસાદ વૈકુંઠરામ અને નટવરલાલ વૈકુંઠરામના નામે થઈ હતી
આ જમીન મૂળ માલિક વિસાજી કાળાજી ઠાકોરના વારસદારો ને ચોથા ભાગે વાવેતર કરવા આપતા જમીનમાં છાપરું બનાવી કબજો જમાવી કબજો ખાલી કરતા નહોતા તે અનુસંધાને વેચાણ ખરીદનાર નટવરલાલ ઠાકરે અગાઉ કલેક્ટરમાં રજુઆત કરી હતી જેની 14 જુલાઇના રોજ જિલ્લા સમિતિની બેઠકમાં અરજીનો સમાવેશ કરાતા આ સર્વે નંબર 30 વાળી જમીન તેના દસ્તાવેજ અને 508ની નોંધ મંજુર થતા નટવરલાલ ઠાકર અને ભગવતીપ્રસાદ ઠાકરના નામે થયેલી હોઈ તમામ પરિવારના 8 સભ્યો પર પોલીસ ફરિયાદ નોંધવાઈ છે.
જમીન આપનાર વિસાજી કાળાજી ઠાકોર મરણ જતા તેમના વારસદારો નટુજી વિસાજી ઠાકોર, ચમનજી નટુજી ઠાકોર,ગુગાજી નટુજી ઠાકોર, દલુજી નટુજી ઠાકોર, શૈલેશજી નટુજી ઠાકોર, કનુજી નટુજી ઠાકોર, તખીબેન ઉર્ફે ગલીબેન નટુજી ઠાકોર, સીતાબેન ચમનજી નટુજી ઠાકોર તમામ ચાબખાના 8 વિરુદ્ધ હારિજ પોલીસ મથકે નટવરલાલ વૈકુંઠરામ ઠાકરે ગુનો નોંધાવ્યો છે. પી.એસ.આઈ આર.કે.પટેલના જણાવ્યા મુજબ ચાબખાના તમામ આઠ આરોપીની અટકાયત કરવામાં આવી છે. અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.