તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેન્કની ચૂંટણી:હારિજ કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કની ચૂંટણીમાં ચતુરભાઈ પટેલની પેનલ વિજેતા

હારિજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેંકની 4 બેઠકો માટે 919 મતદારોએ મતદાન કર્યું હતું

હારીજ ખાતે માર્કેટયાર્ડમાં આવેલી ગુજરાત રાજ્ય કૃષિ ગ્રામીણ વિકાસ બેન્કની ચૂંટણી યાર્ડના ભોજનાલય ખાતે યોજાઈ હતી. જેમા મોટાભાગનાં સિનિયર સિટીઝને મતદાન કર્યું હતુ. સાંજે મત ગણતરી હાથ ધરાઈ હતી જેમાં ચતુરભાઈ પટેલની પેનલ વિજેતા થઈ હતી.

ગુજરાત રાજય સહકારી કૃષિ અનેં ગ્રામીણ વિકાસ બેન્કના 4 સદસ્યો માટેની ચૂંટણી યોજાઈ હતી .જેમા બેલેટ પેપરથી મતદાન યોજાયું હતુ. બન્ને પેનલમા ચાર ચાર ઉમેદવારોનું મતદાન થયુ હતુ. લગભગ બધા જ જુદા જુદા ગામનાં બેંકના મતદાર સભ્યો 60 વર્ષ ઉપરાંત ઉંમરના હોઇ સિનિયર સિટીઝન લોકોને લાઈનમાં ઊભા રહેવું ખુબજ મુશ્કેલી ભર્યું બન્યુ હતુ. કુલ 919 લોકોએ મતદાન કર્યું હતુ. 4 વાગ્યા પછી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા ચતુરભાઇ પટેલની પેનલ વિજેતા થઈ હતી.

વિજેતા ઉમેદવારોના મેળવેલ મત
ચતુરભાઇ શંકરભાઇ પટેલ 507
વાઘજીભાઇ વિસાભાઇ ચૌધરી 492
ખેંગારજી અંબરામજી 512
બદળેવભાઇ મોતીભાઇ રબારી 455

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો