ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ગુજરાતના તમામ તાલુકાના ભાગરૂપે હારિજ ખાતે જુની પેન્શન યોજના અમલ અંગે બંધારણીય પેન્શન દિવસની ઉજવણી કરી હતી.તથા જુની પેન્શન યોજના અમલ અંગે ધારાસભ્ય દિલીપજી ઠાકોરને આવેદનપત્ર આપ્યું હતું.
14 એપ્રિલ બંધારણના પિતા એવા બાબાસાહેબ આંબેડકરના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રાજ્યના તમામ તાલુકામાં જુની પેન્શન યોજના અમલ થાય એ અર્થ બંધારણીય પેન્શન દિવસની ઉજવણી કરી હતી. જે અર્થે હારિજ તાલુકાના તમામ સરકારી કર્મચારી દ્વારા બંધારણીય પેન્શન દિવસની ઉજવણી કરી.
કાર્યકમની રૂપરેખા મુજબ મામલતદાર ઓફીસ પાસે બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે એકઠા થયા હતા. બંધારણના પિતા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી જુની પેન્શન યોજના અમલ અંગે સુત્રોચ્ચાર કરી જુની પેન્શન યોજના એ તમામ સરકારી કર્મચારીનો બંધારણીય હક એ અંગે નારા લગાવ્યા હતા.
તમામ કર્મચારીઓએ પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરને જુની પેન્શન યોજના અમલ અંગે ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા- હારીજ તાલુકા દ્વારા આવેદનપત્ર આપ્યું હતુંતથા જુની પેન્શન યોજના અમલ અંગે સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.