ચાણસ્મા વિધાનસભા બેઠકમાં મંગળવારે ભાજપના ઉમેદવાર દિલીપભાઈ ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર દિલીપભાઈ બધી મળીને સવા કરોડની સંપત્તિ ધરાવે છે. જેમાં છેલ્લા 5 વર્ષ દરમ્યાન રૂ.28.30 લાખનો વધારો થયો છે. ચાણસ્મા વિધાનસભા બેઠક માટે ભાજપ માંથી દિલીપકુમાર વિરાજી ઠાકોરે સમી પ્રાંત કચેરી ખાતે 12.39 શુભમુર્હત પર ઉમેદવારી પત્ર ભરી એનાયત કરાયું હતું.
જેના સોગંદનામાં દ્વારા તેમણે તેમની મિલકતો જાહેર કરી છે જેમાં તેમની કુલ મિલકત 1 કરોડ 24 લાખથી વધારે થાય છે એમની પાસે 400 ગ્રામ સોનું અને 5 કિલોગ્રામ ચાંદી છે. જ્યારે તેમના પત્ની પાસે 640 ગ્રામ સોનું અને દોઢ કિલોગ્રામ ચાંદી જણાવ્યું છે. જેની કિંમત રૂ.55 લાખથી વધારે થાય છે.
કેબિનેટ મંત્રી રહી ચૂકેલા દિલીપભાઈ ઠાકોર બે ગાડીઓ ધરાવે છે અને ખેડૂત હોવાથી બે ટ્રેક્ટર પણ ધરાવે છે. આ ઉપરાંત રૂપિયા 8,70,000ની કાર લોન સિવાય બીજી કોઈ સરકારી કે ખાનગી જવાબદારી ધરાવતા નથી. તેમણે વર્ષ 2021- 22માં ભરેલા ઇન્કમટેક્સ રિટર્નમાં તેમની આવક રૂ.16,62,810 દર્શાવી છે. જે વર્ષ 2017- 18માં રૂપિયા 10,07,826 હતી. જે રૂ.6,54,984 વધારો દર્શાવે છે. તેમની સામે એકપણ ગુનો નોંધાયેલો નથી.
સંપત્તિ વિવરણ
નામ : દિલીપભાઈ વીરાજી ઠાકોર
બેઠક : ચાણસ્મા
કુલ સંપત્તિ : વર્ષ - 2022 (1,24,14,965)
વાર્ષિક આવક : વર્ષ-21-22 : (16,62,810)
વર્ષ :2017(1007826)
જર જવેરાત: સોનું 20 લાખ, ચાંદી 3 લાખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.