તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સમી હારિજ હાઈવે પર બાઈક અને રિક્ષા સાથે કાર અથડાતાં બાઈક ચાલકનું મોત

હારીજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીંબા હનુમાન મંદિર પાસે ટ્રિપલ અકસ્માતમાં સરવાલના યુવકને કાળ ભરખી ગયો
  • કાર ચાલક અકસ્માત સર્જી ફરાર, રિક્ષા ચાલકને ઈજાઓ થતાં હારિજ સિવિલ ખસેડાયો, કાર ચાલક સામે ફરિયાદ

હારીજ સમી હાઇવે પર ટિંબા હનુમાન મંદિર પાસે સામેથી આવતી કાર રીક્ષા અને બાઇક સાથે અથડાતા ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સરવાલ ગામના બાઇક સવારનું માથામાં ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જ્યારે રીક્ષા ચાલકને ઈજાઓ થતા હારીજ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

સરવાલ ગામનાં ઠાકોર કાનજીજી મેવાજી હારીજ કામ અર્થે જઇ બાઇક લઇ ઘરે પરત આવી રહ્યાં હતાં ત્યારે પાછળ માત્રોટા ગામનાં રવિભાઇ ઈશુભાઇ દેવીપૂજક રીક્ષા નં GJ 24 W 2933 લઇ સમી બાજુ જઇ રહ્યો હતો ત્યારે સામેથી સફેદ કલરની કાર નંબર GJ 24 K 4706ના ચાલકે બાઇકને ટક્કર મારી રીક્ષા સાથે અથડાયો હતો અને અકસ્માત સર્જી ભાગી ગયો હતો.

સરવાલના બાઇક સવારને માથામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. જ્યારે રીક્ષા ચાલકને ઈજાઓ થતાં દવાખાને ખસેડાયો હતો. આ અંગે રીક્ષા ચાલક રવિભાઇ દેવીપુજકે કાર ચાલક વિરૂદ્ધ હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...