સરપંચની રજૂઆત:ચાબખા નજીક અસામાજિક તત્વો પાણી રોકી વારંવાર કાઠીવાડા કેનાલ તોડે છે

હારિજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકામાં રાજપુરા બ્રાન્ચમાંથી પસાર થતી જલાલાબાદ માઇનોર દ્વારા કઠીવાડા સબ માઈનોરમાં જતી કેનાલમા આગળના ગામ ચાબખા ગામ સીમમાં અસામાજિક માથાભારે તત્વો દ્વારા પાણી રોકી ગેરરીતિ કરવામાં આવતા વારંવાર કેનાલ કઠીવાડા સીમમાં તૂટી જાય છે. જેના કારણે ખેતરોમાં અવાર નવાર પાણી ભરાઈ રહેતા પાક નિષ્ફળ જાય છે.

કઠીવાડાના સરપંચ ચેનજીજી જવાજી ઠાકોરે નર્મદા વિભાગ હારીજમાં ગ્રામ પંચાયતના લેટરપેડ પર લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે સેવાડાના ખેડૂતના ખેતરમાં પાણી પહોંચે તે હેતુસર સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને પાણીમાં અવરોધ કરતા તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...