તળાવ ઓવરફ્લો:ગોવના જમણપુર વચ્ચેનું સિંચાઇ તળાવ ઓવરફ્લો થતા એક સપ્તાહથી છલતી પરથી પાણી વહી રહ્યુ છે

હારિજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેકવાર તળાવની પાર તુટી જતા તંત્ર દ્વારા છલતી બાંધવામાં આવી છે

હારીજ તાલુકાના ગોવના અને જમણપુરની વચ્ચે સિંચાઇ તળાવ ચાલુ સાલે વરસાદી પાણીથી છલોછલ ભરાઇ જતાં એજ સપ્તાહ સુધી છલતી પરથી પાણી વહી રહ્યું છે. જમણપુર ગોવનાનું સિંચાઇ તળાવ જિલ્લાનું મોટામાં મોટું તળાવ છે. જે તળાવ અતિવૃસ્ટીમાં અનેકવાર તુટી ગયેલું છે,1977માં ગોવના જમનપુર વચ્ચેની પાળ તુટી હતી.

જે તંત્ર દ્વારા બાંધ્યા પછી 1992માં કલાણા જમણપુર વચ્ચેની પાળ તૂટતા પાણી સંગ્રહ થતુ બંધ થયુ હતું. 1998/99માં પણ જમણપૂર ગોવના વચ્ચેની પાળ તૂટી ગઇ હતી. જેના કારણે ચોમાસામા ઉપરવાસમાંથી આવતું પાણી બારોબાર વહી જતું હતુ.

વારંવાર પાળબંધ તૂટતો અટકાવા અને પાણીને રોકવા વધારાનું પાણી વહી જાય તે માટે 2011-12માં સરકાર દ્વારા જુના કલાણા જમણપુર વચ્ચે રૂ.3.50 કરોડના ખર્ચે પાકી છલતી બનાવી છે. પાળબંદ બાંધી તળાવ ઊંડું ખોદકામ કરાયું હતુ. જેના કારણે અતિવૃષ્ટિમાં છલતિ પરથી પાણી ઓવરફ્લો થઈ જાય છે.વર્તમાન સમયે એક સપ્તાહ પાણી છલતી પરથી ઉભારાઈ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...