પોલીસે સમજાવી મામલો થાળે પાડ્યો:હારિજમાં મહિલાના મૃતદેહને ઉતારવાની ના પાડતાં ટોળું લાશ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યું

હારિજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્દિરાનગરમાં કનડગતની બીકે ટોળું પોલીસ સ્ટેશન પહોંચતાં પોલીસે સમજાવી મામલો થાળે પાડ્યો

હારિજમાં ઇન્દિરાનગરની મહિલાનું મોત નિપજતા ઇન્દીરાનગર ખાતે અંતિમવિધિ માટે મૃતકને લઈને આવતાં અગાઉની ફરિયાદીએ અહીંયા કેમ આવ્યા તેની અહીંયા લાશને નહિ ઉતારવા દઉં કહેતાં સમગ્ર ટોળું પોલીસ સ્ટેશન લઈ પહોંચ્યું હતું. જ્યાં પોલીસે સામાજિક સમાધાન પ્રક્રિયા થકી મામલો થાળે પાડ્યો હતો.

હારિજ ઇન્દીરાનગર ખાતે રહેતા રમીલાબેન ડાહ્યાભાઈ સોલંકીનો પુત્ર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. માતા રમીલાબેને તેમના મહોલ્લામાં રહેતા દિનેશભાઇ પેઈન્ટર સહિત 4 શખ્સોની ધમકીના કારણે મારો પુત્રએ ઝેર પીધું હોવાની હારિજ પોલીસ મથકે એપ્રિલમાં ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને આરોપીઓએ કાયદેસરની કાર્યવાહી સાથે અન્ય સ્થળે રહેવા જતા રહ્યા હતા ત્યારે ચાર દિવસ પહેલા તેમના કુટુંબના ભાભી ઈન્દિરાનગરમાં બીમાર પડતા અમદાવાદ ખસેડાયા હતા.

જ્યાં તેમનું મોત નિપજતા તેમના મૃતદેહને સવારે ઈન્દિરાનગર ખાતે લાવતા મૃતક મહિલા દિનેશભાઇના ભાભીના સબંધ થતા હોઈ તે પણ સાથે આવતા રમીલાબેન અંતિમક્રિયા કરવાની મનાઈ કરતા અને મૃતદેહને વાહનમાંથી ઉતારવાની ના પાડતા ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. જ્યાં ફરિયાદ કોઈ અપાઈ નહોતી પણ સમાજના આગેવાનોને લાવી સમજૂતી કરાવી અંતિમક્રિયા કરી હતી.

પી.એસ.આઈ.આર.કે.પટેલ ના જણાવ્યા મુજબ મહિલાનું કુદરતી સારવાર દરમ્યાન મોત થત્તા મૃતદેહને ઇન્દીરાનગરમા લઈ ગયા પણ એમને કોઈ કનડગત હોય તો પોલીસને જાણ કરવી પડે ફરિયાદ આપવી પડે સીધા મૃતદેહ પોલીસ સ્ટેશન લાવવો જોઈએ નહીં પણ કોઈ હેરાન કરતું હોયતો ફરિયાદ આપવાનું કહ્યું પણ કોઈ ફરિયાદ નોંધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...