રજૂઆત:એકલવા-ચાબખા પેવર રોડની સાઈડમાં ખોદકામ બાદ પુરાણ નહીં કરતાં હાલાકી

હારિજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દલિતસેનાના કાર્યકરો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત

હારિજ તાલુકાના એકલવા ગામથી ચાબખા જતા ગામ તરફ ઉત્તર બુનિયાદી વિદ્યાલય તરફના રસ્તાની સાઈડ 4 માસ પહેલા ખોદકામ બાદ આજદિન સુધી માટી પુરાણ નહિ કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.સત્વરે તંત્ર દ્વારા પુરાણ કરવા આવે તેવી દલિતસેનાના કાર્યકરો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.

એકલવા ગામથી ચાબખા ગામ તરફ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જવાના રસ્તાની બાજુમાં જોગણી માતાજી વાળા ઢાળ આગળ પેવર રોડની પ્રશ્ચિમ દિશામાં રોડનએ અડીને સાઈડમાં ચાર માસ પહેલા 6 ફૂટ જેટલું ઊંડું અને 4 ફૂટ પહોળું સળંગ 50 મીટર ખોદકામ કર્યા બાદ આજદિન સુધી પુરાણ કર્યું નથી.

જેના કારણે પસાર થતા નાના મોટા વાહનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ ચોમાસામાં કોઈ વાહન ચાલક ખાડામાં ખાબકી પડે તો મોટી જાનહાની થવાની શક્યતા છે.માટે જવાબદાર તંત્રએ તાત્કાલિક ખાડા પુરાણ કરવા દલિતસેના દ્વારા તાલુકા વિકાસ અધિકારી હારિજને લેખિત રજુઆત કરી છે. અન્ય નકલ મુખ્ય ઈજનેર માર્ગ અને મકાન વિભાગમાં આપી છે.

અન્ય સમાચારો પણ છે...