આપઘાત:હારિજ તાલુકાના અડીયાના યુવાને કુરેજાની નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને કૂદકો મારતાં સ્થાનિક ખેડૂતે જોતાં ધટના પ્રકાશમાં આવી

હારિજ તાલુકાના અડિયા ગામના યુવાને કુરેજા નર્મદા મુખ્ય કેનાલમાં ગુરુવારની રાત્રે ઝંપલાવતા બીજા દિવસે પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે શોધખોળ કરવા છતાં મૃતક યુવાનની લાશ મળી ન હતી. અડિયા ગામના સંજયભાઈ મફતલાલ પટેલનો દીકરો રોહિતકુમાર સંજયભાઇ પટેલ બરોડા રહેતો હતો સમાજના સમૂહલગ્ન ગુરુવારે હોવાથી ભલગામ સબંધીના ત્યાં હવન હોઈ અડિયા આવ્યો હતો. ગુરુવારે ભલગામ હવન પૂર્ણ કરી સાંજે ઘેરથી નીકળી ગયો હતો.

રાત્રે કુરેજા નર્મદા કેનાલ પરથી કૂદકો મારતાં ત્યાંના સ્થાનિક ખેડૂતે જોયો હતો કેનાલ બહાર તેનું બાઇક મોબાઈલ અને પગરખાં મળી આવ્યા હતા. શુક્રવારે સવારથી સ્થાનિક તરવૈયાએ શોધખોળ કર્યા બાદ પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સમગ્ર દિવસ દરમ્યાન શોધખોળ ચાલુ રાખી હતી સાંજ પડી ત્યાં સુધી યુવાનનો મૃતદેહ મળ્યો ન હોતો.કેનાલ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...