ફરિયાદ:સોશિયલ મીડિયામાં જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરવાની ના પાડતાં યુવકનું અપહરણ કર્યું

હારિજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હારિજના ​​​​​​​તોરણીપુરના​​​​​​​ યુવકને માર મારી લૂંટ કર્યાની 15ના ટોળા સામેફરિયાદ નોંધાવી

ઇન્સ્ટાગ્રામમા જાતીવિરૂદ્ધ કોમેન્ટ કરવાની ના પાડતા પાંચ યુવાનો સહિત ટોળાએ તોરણીપુરના યુવાનને અપહરણ કરી માર મારી લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. તોરણીપુરના યુવાનના ઇન્સ્ટ્રાગ્રામ આઇડીમાં પોતે જોઈ રહ્યો હતો તેવામાં એક સામેની બીજી આઇડીમાં ઠાકોર સમાજ વિશે ખોટી ટિપ્પણીઓ કરતા હતા સમાજ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાની કૉમેન્ટમાં ના પાડતા સામેના યુવાને મનદુઃખ રાખી બીજા દિવસે સોસીયલ મીડિયામાં બીજી આઈડી માંથી મેસેજ કરી ચંદ્રમાનના પિકઅપ સ્ટેન્ડ બોલાવી ત્યાં માર મારી લૂંટ ની અને અપહરણ કર્યા ની અજાણ્યા શખ્સો પર હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

હારિજ તાલુકાના તોરણીપુર ગામનો ઠાકોર રાજેશકુમાર દિલીપજી છેલ્લા દોઢ વર્ષથી સોસીયલ મીડિયાના અલગઅલગ મનોરંજનના આઈડી પૈકી ઇન્સ્ટ્રાગ્રામમા પોતાની રાજાઠાકુર 143 નામની આઇડીમાં 12 નવેમ્બરના રોજ રિલ જોઈ રહ્યો હતો ત્યારે સામેની આઇડીમાં કોઈ ઠાકોર સમાજ વિશે ખોટી ટિપ્પણીઓ કરી રહ્યો હતો.

સમાજ વિશે ખોટી ટિપ્પણીઓ કરવાણીબકડક શબ્દોમાં ના પાડતા તેના બીજા દિવસે 13 નવેમ્બરના રોજ કિરુભા માફિયા 307 નંબરની આઈડી માંથી આગળ ના દિવસનો મનદુઃખ રાખી રાજેશ ઠાકોરની આઇડીમાં મેસેજ કરી ચંદ્રમાના પિકઅપ સ્ટેન્ડ પર બોલાવી ત્યાં રીક્ષા અને બાઇક પર કિરણ, નરેશ,રણજીત,પંકજ,વિજુભા અને 15 જેટલા અજાણ્યા યુવાનો આવીને લોખંડની છરી,લાકડી,ધોકાનો માર મારી રાજેશને રીક્ષા મા બેસાડી કુંણઘેર અને વાવડી વચ્ચે એક પડતર ખેતરમાં લઇજઇ રૂ.1500 નીંલૂંટ ચલાવી રૂપિયા 5 હજારનો મોબાઈલ તોડી નાખી ગુનો કરતા 15 ના ટોળા વિરુદ્ધ હારિજ પોલીસ મથકે રાજેશ ઠાકોરે 15 જેટલા ટોળા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પીએસઆઇ આર કે પટેલના જણાવ્યા મુજબ રાત્રે પાંચ જેટલા આરોપીઓની અટકાયત કરી છે.જેમની પૂછપરછ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...