હત્યાની આશંકા:હારિજના માલસુંદ ગામે નવા માંકાના યુવાનનું હુમલામાં ઈજાઓથી મોત

હારિજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા શખ્સે ગળામાં ઘા ઝીંકતા યુવાન લોહીલુહાણ હાલતમાં ફસાડાયો

હારિજના નવામાંકાનો યુવાન અલ્પેશજી જયરામજી ઠાકોર 26 ને એક વર્ષ અગાઉ ગામમા કથિત પ્રેમ પ્રકરણ બાબતે ગામમાંથી પરિવાર સાથે નિકળી જવું પડ્યું હતું.જે તેના ફોઈ ફુઆ પાસે માલસુંદ ગામે રહેતો હતો અને ત્યાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ખેતમજૂરી કરતો હતો.

મંગળવારે રાત્રીએ ખેતર નજીકના વાડામાં ભેંસો બાંધેલી હોઈ મહેશજી ભાવાજી ઠાકોર,જયેશજી કાંતિજી ઠાકોર અને અલ્પેશ ત્રણે સુઈ ગયેલા હતા.પરંતુ રાતે કોઈએ હુમલો કરતાં અલ્પેશે બૂમ પાડીને ઓઢવા માટેનો ધાબળો લઈ ભાગ્યો હતો.પરંતુ ગળામાં ઘા વાગવાને કારણે થોડી દૂર જઇ પડી ગયો હતો જ્યાં લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામ્યો હતો

અન્ય સમાચારો પણ છે...