કરુણાંતિકા:હારિજના રોડામાં મહિલાનો કપડાં ધોતાં પગ લપસતાં કેનાલમાં ડૂબી જતાં મોત

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાનો પતિ બચાવવા કેનાલમાં પડતાં તરતાં ન આવડતાં તે પણ ડુબતાં લોકોએ બચાવવા પ્રયત્નો હાથ ધર્યા, લોકોએ પુરૂષને બચાવી લીધો

હારિજ તાલુકાના રોડા ગામની મહિલા તેના પતિ સાથે રહેઠાણ ધરાવતા ખેતર નજીક અમરાપુરા બ્રાન્ચ કેનાલમાં કપડાં ધોવા ગયા હતા જેમાં મહિલા કપડાં ધોતા પગ લપસી જતા પાણીમાં ડૂબી હતી.જેનો પતિ પણ બચાવવા અંદર પડતા પતિ પણ ડૂબવા લાગતા આજુ અન્ય લોકો જોઈ જતા મહિલાના પતિને બચાવી શક્યા હતા જ્યારે મહિલાનું ડુબીજવાથી મોત નીપજ્યું હતું.

રોડા ગામે કકીબેન દીનેશજી ઠાકોર તેમનો પરિવાર અમરાપુરા બ્રાન્ચ કેનાલ નજીક પોતાના ખેતરમાં રહેઠાણ ધરાવે છે સોમવાર સવારના સુમારે પોતાના પતિ સાથે અમરાપુરા બ્રાન્ચ કેનાલમાં કપડાં ધોવા માટે ગયા હતા તેવા સમયે ચકીબેનનો કપડાં ધોતા પગ લપસતાં કેનાલમાં પડી ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા તેમને બચાવવા તેમના પતિ દિનેશજીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું.

પણ દિનેશજીને તરતા નહીં આવડતું હોય તે પણ સાથે ડૂબવા લાગ્યા હતા. આજુબાજુ કપડાં ધોનારા અને અન્ય લોકો જોઈ જતા બંનેને બચાવવા માટે પ્રયત્નો હાથ ધરતા મહિલાના પતિ દિનેશજી ઠાકોરને બચાવી શક્યા હતા જ્યારે મહિલાનું ડૂબવાથી મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...