તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:માલસુંદ ગામે બસના ટાયર નીચે આવતાં અઢી વર્ષની બાળકીનું મોત, હારિજ-સાંકરા બસ પરત ફરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો

હારિજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાળકીના દાદાએ હારિજ પોલીસ મથકે બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી

હારિજ જાલુકાના માલસુંદ ગામે અઢી વર્ષની બાળકી એસ.ટી બસના ટાયર નીચે આવી જતાં સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થતાં મૃત બાળકીના દાદાએ બસના ચાલક સામે હારીજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. હારીજથી સાંકરા એસ.ટી.બસ નંબર જીજે 18 વાય 9552 બસ સાંજના સુમારે સાંકરાથી પરત ફરી માલસુંદ ગામેથી પસાર થતી હતી ત્યારે સાંજના સુમારે પ્રિયાન્સિ જયેશભાઈ પરમાર નામની અઢી વર્ષની બાળકી અચાનક દોડી આ‌વતાં અકસ્માત સર્જાયો હતો. બાળકી બસના ટાયરમાં આવી જતાં શરીરે ઈજાઓ પહોંચી હતી. જેને 108 દ્વારા સારવાર અર્થે ધારપુર સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હતું. મૃતક બાળકીના દાદા ભેમાભાઇ દેવાભાઇ પરમારે હારીજ પોલીસ સ્ટેશનમાં એસ.ટી. બસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બાળકી ઘરમાંથી દોડી આવતાં બસ સાથે અથડાઈ
હારીજ એસ.ટી.ડેપો મેનેજર મિત્તલબેન પટેલના જણાવ્યા મુજબ સાંકરાથી હારીજ પરત ફરેલી એસ.ટી.બસ જ્યારે માલસુંદ બસ સ્ટેન્ડ આગળ પહોચે તેં પહેલા જ આજુબાજુ નજીક આવેલા ઘરો હોવાથી બસ ધીમી પડી બમ્પ વટાવ્યા બાદ તરત બાજુના ઘર આગળથી બાળકી દોડતી આવી બસના આગળના ભાગે ટકરાઈ સાઈડમાં પડી હતી .તેને પકડવા આવતા તેનાં વૃદ્ધ દાદા દોડતા આવતા જમીન પર પડી ગયા હોવાથી તેમણે પગે ઇજા પહોચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો