તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:હારીજ નજીક હાઇવે પર રાહદારી મહિલાને બાઇક ચાલકે ટકકર મારતાં માથાના ભાગે ઇજાઓ

પાટણ3 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇજાગ્રસ્ત મહિલા હારીજ પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી બાઇક ચાલકે સામેથી આવીને મહિલાને ટક્કર મારી

હારીજ-મહેસાણા હાઇવે પર હારીજ નજીક ડેરીની સામે અજાણ્યા બાઇક ચાલકે રાહદારી 65 વર્ષીય મહિલાને ટકકર મારતા રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે હારીજ પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધાયો હતો.

હારીજના હનુમાનપરામાં રહેતા કમલાબેન રમેશભાઇ દેવીપુજક (ઉ.વ.65) તેમના દિકરા અલ્પેશ સાથે શનિવારે હાઇવે ગોઇજા વાડીથી જમીને રાત્રે 8:30 કલાકે હારીજ ડેરી નજીકથી પસાર થઇ રહ્યા હતા તે વખતે કોઇ અજાણ્યા બાઇક ચાલકે સામેથી આવીને ટક્કર મારતાં રોડ પર પટકાયા હતા.

બાઇકની ટક્કરથી રોડ પર પટકાતાં કમલાબેનને માથામાં અને છાતીમાં ડાબા ખભા ઉપર ઇજાઓ થઇ હતી. જેમને 108ની મદદથી તાત્કાલી હારીજ સરકારી હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર લઇને ધારપુર સીવીલ ખાતે સારવાર ખસેડ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્તના નિવેદન આધારે હારીજ પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો