મન્ડે પોઝિટિવ:નર્સ માતાએ ત્રણમાંથી બે સંતાનોને ડોક્ટર બનાવ્યા

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવા કલાણા ગામના શિક્ષિત માતા પરિવાર સાથેની તસવીર - Divya Bhaskar
નવા કલાણા ગામના શિક્ષિત માતા પરિવાર સાથેની તસવીર
  • હારિજના નવા કલાણાની મહિલાનો સૌથી નાના પુત્ર અમદાવાદ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે‎

જીતેન્દ્ર સાધુ
એક કહેવત છે.ભણેલી દીકરી બે ઘર તારે પણ અહીયા સમગ્ર પરિવારના ઘર ઉજાગર કરવામાં સિંહ ફાળો આપ્યો હોય એવા હારિજ તાલુકાના નવા કલાણા ગામે એક ખેડૂતના ઘરમાં શિક્ષિત મહિલાએ તેમના ત્રણેય સંતાનોને ડોક્ટર જેવો ઉચ્ચ અભ્યાસ આપી માતાએ તેમનું સ્વપ્ન પૂરું કરી તમામ સમાજને શિક્ષણની પ્રેરણા પુરી પાડી છે.

હારિજ તાલુકાના નવાકલાણા ગામ રબારી સમાજનું 70 ઘર ધરાવતું નાનકડું ગામ છે. જ્યાં મુખ્ય ખેતી અને પશુપાલનનો વ્યવસાય છે. જ્યાં રાજુભાઇ મોહનભાઇ દેસાઈ ખેડૂત છે. સાથે સાથે સહકારી રાજકીય આગેવાન છે.પણ તેમના ધર્મપત્ની લલીતાબેન રાજુભાઇ દેસાઈ હારિજ સરકારી હોસ્પિટલ ખાતે RMRN તરીકે ફરજ બજાવે છે. તેમને એક દીકરી અને બે દીકરાઓ છે.સૌથી મોટી દીકરી સ્વેતા MBBSનો અભ્યાસ કરી હાલમાં સમી ખાતે સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે.જ્યારે બીજા નંબરના દીકરા હેત રાજુભાઇ દેસાઈ BAMS આર્યવેદીક ડોક્ટર બની ઇન્ટરશીપ કરી રહ્યા છે. જ્યારે સૌથી નાના દીકરા અભી રાજુભાઇ દેસાઈ અમદાવાદ બી.જે.મેડીકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યા છે. ત્રણે સંતાનોને ખેડૂત પિતા અને આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા માતાએ ઉચ્ચ શિક્ષણ આપી સમાજને પ્રેરણા આપી છે.

સંતાનોના માતા મમતાબેન રાજુભાઇ દેસાઈને પૂછતાં જણાવ્યું હતું કે અમે નાનકડા કલાણા ગામે રહેતા હતા અને મારી નોકરી હારિજ સરકારી દવાખાનામાં હોવાથી ત્યાં રહેવા માટે સરકારી મકાન મળતા ત્યાં રહી અને હારિજ શિશુ મંદિરમાં પાયાનું પ્રાથમિક શિક્ષણ આપ્યું અને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી શક્યા. સરકારી દવાખાનામાં દિવસ અને રાત્રીની ફરજો દરમ્યાન બાળકોને વાંચન લેશન અને શિક્ષણની કાળજી રાખતી હતી. મેં પણ દર્દીઓની ચિંતા કરતા હંમેશા ફરજ બજાવી છે અને મારા સંતાનો પણ ડોક્ટર બને અને સમાજમાં આરોગ્યલક્ષી સેવા કરે એવું મારું સ્વપ્ન હતું.

રાજુભાઇ મોહનભાઇ દેસાઈના જણાવ્યું કે બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા મારી ધર્મપત્ની સાથે રહી અને રોજ ગામડે અવર જવર કરી ખેતીના વ્યવસાયને જીવંત રાખી અમે શિક્ષણને મહત્વ આપી બાળકોને સહકાર આપે ગયા છીએ.

અન્ય સમાચારો પણ છે...