મંદિર નિર્માણ:લોટેશ્વર ગામમાં સોમનાથના મંદિર આકારનું નવીન લોહેશ્વર મહાદેવનું મંદિર પૂર્ણતાના આરે

હારિજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 કક્ષની ધર્મશાળા બનાવાઈ, 12 જ્યોતિલિંગ મુજબ ઓરડાઓને નામ અપાયા

શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામે લોહેશ્વર ભગવાનનું નિજ મંદીર ગર્ભગૃહ સહીત નવીન મંદીર સોમનાથના મંદિર જેવું મીની સોમનાથ આકારનું બંસી પાલપુર લાલ પત્થરમાંથી કલાત્મક કોતરણી સાથે ભવ્ય નવીન મંદિર 2 કરોડના ખર્ચે નિર્માણનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારે શ્રાવણ માસમાં લોહેશ્વર મહાદેવજીના દર્શન પૂજા અર્ચના સાથે દૂધ,બીલીપત્ર અને જળાભિષેક કરવા શ્રદ્ધાળુઓ ઉમટે છે.

શંખેશ્વર, સમી, અને હારિજ ત્રણે તાલુકા સેન્ટરથી વચ્ચે 15 કિ.મી.ના અંતરે આવેલા લોટેશ્વર ગામમાં પાંડવો સ્થાપિત અતિ પ્રાચિન લોહેશ્વર મહાદેવજીનું મંદિર આવેલુ છે. આ નિજ મંદિરનું બાંધકામ અતિ પ્રાચિન હોવાથી જુના બાંધકામને જમીનદોસ્ત કરી નવીન મંદિર નિર્માણ થઈ રહ્યુ છે.

નવીન મંદિર નિર્માણમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્મા ધારાસભ્ય દિલીપજી ઠાકોર યાત્રાધામ વિકાસ બોર્ડમાં મંત્રી તરીકે હતા ત્યારે લોહેશ્વર મંદિરના નવનિર્માણ માટે 1.98 કરોડની ગ્રાન્ટ આપવામાં આવતા 12 કક્ષની નવીન ધર્મશાળા બનાવાઈ છે. જે દરેક કક્ષના નામ 12 જ્યોતિલિંગ મુજબ નામાનીકરણ કરાયું છે.અને બહારની સાઈડમાં દુકાનો પણ બનાવી છે. શ્રાવણ માસમાં અમાસના મેળામાં 12 વર્ષથી સુરપુરા દેસાઈ યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક ભોજન પ્રસાદ અપાય છે.

ગામમાં વર્ષમાં બે વાર લોહેશ્વર મહાદેવની પાલખી નીકળવાની પરંપરા છે. ફાગણ માસમાં અમાસ સુધી યોજાતાં ધૂણીયામેળા અને ભાદરવા અમાસના મેળાને ચીભડીયા મેળામાં લોહેશ્વર મહાદેવજીની શોભાયાત્રા નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...