તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અમરાપૂરા કેનાલમાં કાતરા ગામના ખેડૂતનો પગ લપસતાં ડૂબી જવાથી મોત

હારિજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કેનાલમાં મશીનના ફૂટવાલમાં લીલ કચરો કાઢવા જતા પગ લપસ્યો હતો

અમરાપુરા બ્રાન્ચ કેનાલમાં કાતરા ગામનાં 35 વર્ષીય ખેડૂત યુવાન મશીનના પાણીમાં રહેલા ફૂટવાલમાં ફસાઈ રહેલી લીલ કચરો કાઢવા જતા પગ લપસી પડતા કેનાલ પડતાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું છે. હારિજ તાલુકાના કાતરા ગામે બપોરના સુમારે ગામના 35 વર્ષીય ખેડૂત ચૌધરી ભરતભાઇ પરમાભાઈના ખેતરમા પાણી પિયત ચાલુ હતુ. પણ કેનાલમાં લીલ અનેં અન્ય કચરો વધુ આવતા ફૂટવાલમાં વારંવાર કચરો ભરાઈ ગયો હોયકચરો કાઢવા બપોરના 2 વાગ્યાના સુમારે ભરત ચૌધરી અમરાપુરા બ્રાન્ચ કેનાલમાં પોતાના મશીન ફૂટવાલમા કચરો સાફ કરતો હતો ત્યારે પગ લપસી જતા ખેડૂત યુવાન પાણીમાં સરકી જતા બૂમાબમ પાડી હતી.

નજીક ખેતરના ખેડૂત મનસુખભાઇ પ્રજાપતિ ચીસ સાંભળી દોડતા પહોંચ્યા હતા. મનસુખભાઈના જણાવ્યા મુજબ કેનાલના કિનારેથી હાથમાં શર્ટની બોય પકડાઇ પણ સરકી ગઇ હતી. તેઓ પાણીમાં ડૂબવા લાગ્યો હતા. મને તરતા નહીં આવડતા હુ અંદર પડી શક્યો નહીં આખરે પાણીમા ગરકાવ થઈ ગયા હતા.

કાતરા ગામમાં વાયુવેગે જાણ થતા ગ્રામજનો કેનાલ પર દોડી આવી યુવાનની શોધખોળ આદરી હતી.પાટણથી ફાયર બ્રિગેડની ટિમ પણ આવી પહોચી હતી. હારીજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એસ.બી.સોલંકી ખાખલ ગામથી તપાસ અર્થે જઇ આવતા લોકોને કેનાલ પર ભેગા થયેલા જોઇ પોલીસ પણ ત્યાં મદદમા પહોંચી હતી આખરે ત્રણ કલાકની મહેનત બાદ મૃતકની લાશ મળી આવી હતી અનેં હારીજ રેફરલ ખાતે પી.એમ.કરવામા આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો