વરસાદે તંત્રની પોલ ખોલી:હારિજથી પાટણ નવા રોડ પર 88 ખાડા

હારિજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હલકી ગુણવત્તા વાળું કામ થતા એક વર્ષની અંદર જ પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી
  • હારિજથી બોરતવાડા વચ્ચે 70 અને કુરેજાથી બોરતવાડા વચ્ચે 18 ખાડા પડતાં વાહનચાલકોને હાલાકી

હારિજ પાટણ ચાર માર્ગીય રોડનું નવીનીકરણ કામ ગત દિવાળી પછી પૂર્ણ થયું હતું. આ નવીન રસ્તાને એક વર્ષ પણ પૂર્ણ થયું નહીં હોવા છતાં પ્રથમ ચોમાસાના વરસાદમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. જેમાં મુખ્ય હારિજથી બોરતવાડા વચ્ચે 70 ખાડાઓ પડતા વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સમગ્ર ચાર માર્ગીય રોડમાં પાણી પણ ભરાઈ રહેતા રાત્રે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે.પાટણ હારિજ વચ્ચે કુલ 88 ખાડાઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.જેમાં કુરેજાથી બોરતવાડા વચ્ચે 18 ખાડાઓ અને બોરતવાડાથી હારિજ સુધીમાં 70 ખાડાઓ પડતા હલકી ગુણવતા વાળું કામ દેખાઈ રહ્યું છે. હલકી ગુણવત્તા વાળું કામ થતા પ્રથમ વરસાદે ખાડાઓ પડતા તંત્રની પોલ ખુલી પડી છે.

અન્ય સમાચારો પણ છે...