હારિજ તાલુકાના એકલવા ગામમાં પાણી સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા બનાવવા બાર વર્ષ પહેલા સને 2006માં નેધરલેન્ડના ફંડ દ્વારા વાસ્મોના સહકારથી 30 ટકા લોકફાળો ભરીને ભૂગર્ભ ટાંકા બનાવી આપવામાં આવ્યા હતાં.જેનો લાભ ગામના 62 પરિવારોએ લોકફાળો ભરીને લીધો હતો. જે આજે પણ ચોમાસામાં વરસાદી પાણી ભરવામાં ઉપયોગી થાય છે. સમગ્ર ચોમાસામાં વરસાદનું પાણી ભૂગર્ભ ટાંકામાં ઉતારી હેડપમ્પ દ્વારા બારેમાસ રસોઈમાં અને પીવા માટે ઉપયોગી નીવડ્યું છે.
ગામનાં સરપંચ હેમરાજભાઇ ચૌધરી અને રહીશ ડાહ્યાભાઈ સાધુના જણાવ્યા મુજબ ઘરનાં છત પર નેવા કે પતરા અથવા ધાબા હોય પણ છત ઉપર થી વરસાદના વેડફાઈ જતા પાણી બચાવવા પાણીને સીધાજ ભૂગર્ભ હૉજમા ઉતારવામાં આવે છે.મારા ઘરે પણ આ રીતે ભૂગર્ભ ટાંકામાં ઉતારી શુદ્ધ કુદરતી પાણીનો ઉપયોગ બારેમાસ કરીએ છીયે. ગામનાં 62 પરિવારો 10 વર્ષ પહેલેથી જાગૃત થઈ ગયા હતાં.અને 30 ટકા લોકફાળો ભરી ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે.જેની ઊંચાઈ,પહોળાઈ,લંબાઈ,10×10 ના માપ મુજબ 15 હજાર લીટર પાણીની સંગ્રહ ક્ષમતા મુજબના છે.
એકલવામાં 62, સરવાલ ગામમાં 50 RCC ભૂગર્ભ ટાંકા બનાવ્યા હતા
મોતીલાલ ફાઉન્ડેશનના નિયામક જશદણભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ 12 વર્ષ અગાઉ હારીજ તાલુકાના એકલવા ગામમાં 62 ,સરવાલ ગામમા 50 આર.સી.સી.ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા હતા.વર્તમાન સમયે પણ પાણી બચાવવા આવી લોકભાગીદારી ની યોજનાઓ દ્વારા પાણી બચાવની ઝુંબેશ હાથ ધરી પાણી બચાવવુ જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.