તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકીય ગરમાવો:હારિજ કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના 4 બેઠકો માટે 4 કલાકમાં 25 ફોર્મ ભરાયા

હારીજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 ટકા સભાસદોની હયાતી ન હોવાથી 2 હજાર સભાસદો મતદાન કરશે

હારીજ ખાતે માર્કેટયાર્ડમાં આવેલી ગુજરાત રાજ્ય કૃષિ ગ્રામીણ વિકાસ બેન્કની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા સહકારી ક્ષેત્રે ફરી રાજકીય ગરમાવો આવયો છે. સૌ પ્રથમ ચાર બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની તારીખ 4 માર્ચ સમય 11 થી 3 નો હોઇ માત્ર 4 કલાકમા 25 ફોર્મ ભરાયા છે. હારિજ કૃષિ અનેં ગ્રામીણ વિકાસ બેન્કમાં છેલ્લાં 1992 થી પટેલ ચતુરભાઇ શંકરભાઇ ચેરમેન તરીકે જવાબદારી નિભાવી રહ્યાં હતાં જેમાં 1995,96 ના વર્ષમાં ચૂંટણી યોજાઈ હતી.ત્યારે પણ પટેલ ચતૂરભાઈ વિજેતા થયાં હતાં ત્યાર બાદ બિનહરીફ સદસ્યોની વરણી થતી હતી.

જોકે 3 માર્ચના રોજ જાહેરનામું બહાર પડયું છે.જેમા 4 માર્ચના રોજ 11 થી 3 ઉમેદવારી પત્રો ભરવાનો સમય આપ્યો હતો જેમા 4 કલાકમાં 25 ફ્રોમ ભરાયા હતાં.જેમાં 5 માર્ચ ફોર્મની ચકાસણી 6 માર્ચ ઉમેદવારી પત્રોની છેલ્લી યાદી અને 17,18 માર્ચ ફ્રોમ પાછા ખેંચવાની તારીખ જાહેર કરાઈ છે.જ્યારે 19 માર્ચના રોજ આખરી યાદી જાહેર કરી ચૂંટણીની તારીખ જાહેર કરવામા આવનાર હોવાનું જાહેરનામાં દર્શાવાયું છે. હારીજ કૃષિ અનેં ગ્રામીણ વિકાસ બેન્કની 4 બેઠકો માટેની ચૂંટણીમાં અંદાજિત 4 હજાર આસપાસ સભાસદો છે.જેમા મરણ પામનાર સભાસદો ના નામ ચાલતા આવ્યાં છે.પચાસ ટકા સભાસદોની હયાતી નહીં હોઇ બે હજાર આસપાસ સભાસદો 4 બેઠકો માટે મતદાન કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...