કાર્યવાહી:હારિજના યુવાનના 2 હત્યારા બાડમેરથી ઝડપાાયા

હારિજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યારાઓ કાર લઈ જમણપુરના એક ફાર્મ પર ગયા હતા ત્યાંથી રાજસ્થાન પહોંચ્યા હતા

હારિજમાં ચાણસ્મા હાઇવે પર આવેલ શબરી પ્લાઝા કોમ્પ્લેક્ષમાં પાર્લર બહાર મિત્રની રાહ જોતાં યુવાનની બે શખ્સોએ છરીના ઘા ઝીંકી ધોળા દહાડે હત્યા કરીને કાર લઈ ભાગી ગયા હતા.મૃતકના પિતાએ 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં યુવાનની હત્યા કરી ભાગનાર બે શખ્સ જમનપુરના એક ફાર્મ પર જઈ ત્યાં પુરાવાનો નાશ કરવાના પ્રયત્નો કરી છરા ત્યાં સંતાડી રાજસ્થાન તરફ ભાગી ગયા હતા.જેમાં મદદગારી જમણપુરના શખ્સને પકડતા મુખ્ય હત્યા કરનાર બે શખ્સોને રાજસ્થાન બાડમેરના રેલવે સ્ટેશનથી પાટણ એલસીબી પોલીસે ઝડપી હારિજ પોલીસના હવાલે કર્યા છે. જેમાં આગળની તપાસ હારિજ PSI આર.કે.પટેલ ચલાવી રહ્યા છે.

હારિજ ગામ દરવાજા વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ બાબરભાઈ દેસાઈ તેમના મિત્રને મળવા માટે કાર લઈ શબરી પ્લાઝામાં પાર્લર બહાર બેઠો હતો.ત્યારેે પાછળથી નાગજી ભીખાભાઈ દેસાઈ અને અનિલ ઠાકોર આવીને હાર્દિકના ગળાના, માથાના, છાતીના ભાગે છરા જેવા તીક્ષ્ણ હથીયારના ઉપરા છાપરી ધા મારી હત્યા કરી બ્લેક કલરની ક્રેટા કાર લઈને ફરાર થયા હતા.

પોલીસે આરોપીઓને પકડવા છ ટીમો બનાવી ચક્રોગતિમાન કર્યાં હતા.જેમાં કાળા કલરની ક્રિએટા કાર નર્મદા કેનાલ તરફના જમણપુર બાજુના રસ્તા પરથી મળી આવતા પોલીસ પગેરું લઈ એક જમણપુરના રાજદીપસિંહના ફાર્મ પર ગયા હોવાનું બહાર આવ્યું હતું. જ્યા રાજદીપસિંહની અટકાયત કરતા હત્યામાં વપરાયેલ બે છરા મળી આવ્યા હતા.

અને ફાર્મ ઉપરથી બન્ને આરોપીઓ રાજસ્થાન ભાગી જવામાં સફળ થયા હતા.જેમાં મદદગારીમાં રાજદીપસિંહ ખુમાનસિંહ વાઘેલાની પણ ધરપકડ કરી છે.અને મુખ્ય હત્યાના બે આરોપીઓ દેસાઈ નાગજીભાઈ ભીખાભાઇ અને અનિલજી ઉર્ફે અન્ના તખાજી ઠાકોરને પાટણ એલસીબી પોલીસે રાજસ્થાનના બાડમેર ખાતેથી ઝડપીને સળિયા પાછળ ધકેલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...