કોર્ટ કાર્યવાહી:મારામારીના કેસમાં અમરાપુર ગામના 2 આરોપીને સજા, ત્રણ વર્ષ અગાઉના કેસમાં સમી કોર્ટેનો ચુકાદો

હારિજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અદાવતના સમાધાન બાબતે વેડ ગામના દંપતીને ધારીયા, લાકડીથી માર માર્યો હતો

સમી તાલુકાના વેડ ગામનું દંપતી 4 વર્ષ અગાઉ બસ સ્ટેશન પર બેઠું હતું ત્યારે અમરાપુરના બે શખ્સોએ અગાઉની અદાવતના સમાધાન બાબતે વાત કરી ઉશ્કેરાઈ ધારીયાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડયાની સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી. જે કેસ સમી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલોના આધારે એક આરોપીને 1 વર્ષ જ્યારે બીજા આરોપીને 6 મહિના જેલની સજા ફરમાવી હતી.

વેડ ગામના ટીનાભાઈ સાદાભાઈ તેમના પત્ની રેખાબેન 31 માર્ચ 2018ના રોજ વેડ ગામના બસ સ્ટેન્ડ પર રાત્રે બેઠા હતા ત્યારે અગાઉના મનદુઃખનું સમાધાન બાબતે અમરાપુરના લાલાભાઈ ઝેણાભાઈ ઠાકોર ધારીયું ટીનાભાઈના પાછળના ભાગે માર્યું હતું અને લાલાભાઈના ભાઈ અશોકભાઈએ લાકડીથી માર માર્યો હોવાની ફરિયાદ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જે કેશ ચાલતાં સરકારી વકીલ કે.બી.ગોસાઈની દલીલો બાદ સમી કોર્ટના જજ ડી.એલ.ઠાકોરે આરોપી લાલાભાઈ ઝેણાભાઈ ઠાકોરને ઈપીકો કલમ 324,114 ના ગુનામાં ગુનેગાર ઠેરવી 1 વર્ષની સાદી કેદ અને રૂ.1 હજાર દંડ સજા ફરમાવી છે. જ્યારે આરોપી ઠાકોર અશોકભાઈ ઝેણાભાઈને ઈપીકો કલમ 323 અને 114ના ગુનામાં 6 માસની સાદી કેદ અને રૂ.500નો દંડની સજા ફરમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...