તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં આનંદ:હારિજ પંથકમાં વરસાદ થતાં 12930 હેક્ટર ખરીફ પાકને જીવતદાન મળ્યું

હારિજ,નાયતા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે સાંજે હારિજ પંથકમાં એકથી વધુ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો
  • વરસાદ ખેંચાતાં કઠોળ, બીટી કપાસ, કઠોળ, શાકભાજી અને ઘાસચારો મુરઝાયો હતો

પ્રથમ વરસાદે હારિજ તાલુકામાં કુલ 12930 હેકટરમાં વાવેતર થયુ હતુ. જેમાં બાજરી 120, મગ 260, અડદ 4900, કપાસ 3310, ગવાર 300, શાકભાજી 40 અને ઘાસચારો 4000 મળી કુલ 12930 હેક્ટરમાં વાવેતર થયું હતું. જેમા સૌથી વધું અડદનું વાવેતર ચાલુ વર્ષે 4900 હેકટરમાં વાવેતર થયુ છે.

રવિવાર રાત્રે એક ઇંચથી વધુ વરસાદ થતાં તમામ ખરીફ પાકને જીવતદાન મળ્યું છે. પણ વધું વરસાદ ખેતરો પાણીથી ભરાઈ જાય તો ખરીફ પાકમાં કઠોળ કપાસને નુકસાન કરી શકે તેવી શકયતાઓ રહેલી છે. હારીજના ખેડૂત મઇદીપસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ ખેડૂતોને ખરીફ પાક માટે પડતી બૂમે વરસાદ થતાં પાકને જીવતદાન મળ્યું છે. અતિવૃષ્ટિ થાય તો ખરીફ પાક પાણીમા બોળાઇ જવાની ચિંતા પણ સતાવે છે.

સરસ્વતી તાલુકામાં પણ રવિવારે સારો વરસાદ થતાં ખેડૂતોની આશા બંધાઈ છે. તાલુકાના નાના નાયતા ગામે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયાં હતાં. આ વરસાદ પંથકમાં કપાસના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. વરસાદ થતાં કપાસમાં પીયતની જરૂર નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...