તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનજાગૃતિ અભિયાન:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારા મતદાન માટે ચાણસ્મામાં મતદાન જાગૃતિ રેલી

ચાણસ્મા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાણસ્મા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રેલી મતદારોને જાગૃત કરશે

28મી ફેબ્રુઆરીના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચાણસ્મા ખાતે મતદાન કરવા માટે લોકો પ્રેરાય તે માટે અને જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ચાણસ્મા મામલતદાર કચેરી અને ચાણસ્મા તાલુકા શિક્ષણ વિભાગ અને શિક્ષકો દ્વારા મતદાન જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી.

નગરપાલિકા ખાતેથી તાલુકા કેળવણી નિરીક્ષક સરોજબેન પટેલે આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મતદાન એ આપણો અધિકાર છે મતદાન અવશ્ય કરવું તે સહિતના મતદાન કરવા પ્રેરતા સ્લોગનો સાથેની રેલી યોજાઇ હતી. આ રેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. આ રેલીમાં શિક્ષકો, મામલતદાર કચેરીના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા. મતદાર જાગૃતિ અભિયાનની સાથે કોરોના સંક્રમણ અંતર્ગત કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું સહિતની પણ જાગૃતતા માટેનાં સ્લોગન જોવા મળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો