તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:ચાણસ્માના ભાટસર ગામમાં હાલ કોરોનોનો એકપણ એક્ટિવ કેસ નહીં

ચાણસ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેરમાં ગામનાં 15 લોકો સંક્રમિત થયા હતા અને ત્રણનાં મોત થયાં હતાં
  • ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું, ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સ કર્યું

ચાણસ્મા તાલુકાનું ભાટસર ગામ અંદાજે સત્તરસોની વસ્તી ધરાવતું અને ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર ગામ છે. કોરોના સંક્રમણની પ્રથમ લહેરમાં ભાટસરમાં 50થી વધારે કોરોનાના કેસ હતા અને તે પણ સંપુર્ણ સારવાર દરમિયાન સ્વસ્થ થઈ ગયા હતા. ત્યારબાદ બીજી લહેરમાં 15 કોરોના કેસો મળી આવ્યા હતા અને ત્રણ મહિનાની બીજી કોરોના સંક્રમણની લહેર દરમિયાન 15 કોરોના સંક્રમિત કેસ હતા જે પૈકી બધા જ દર્દીઓ સારવાર લઇને સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને કોરોનાની બીજી લહેરમાં માત્ર ત્રણ જ કોરોના સંક્રમિત દર્દીઓના મરણ થયાં હતાં.

હાલમાં ભાટસર ગામે છેલ્લા પાંચ દિવસથી એક પણ એક્ટિવ કેસ નથી.ભાટસર ગામ ગ્રામ પંચાયત અને આરોગ્ય તંત્ર દ્વારા દરેક મહોલ્લાઓમાં ઘરે ઘરે જઈને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું તદુપરાંત ગામ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું તેમ સરપંચ કાંતાબેન કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

5 બેડનો ઓઈસોલેશન વોર્ડ બનાવાયો
ભાટસણના તલાટી કમ મંત્રી હિતેશકુમાર સાધુએ જણાવ્યું હતું કે ગામમાં કોરોના દર્દીને કદાચ તેના ઘરે હોમ આઈસોલેટ થવા માટેની સુવિધા ન હોય તો ગામની વાડી ખાતે પાંચ બેડની વ્યવસ્થા સહિત હોમ આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...