તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ચાણસ્મામાંથી બાઈકની ચોરી

ચાણસ્મા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા શહેરમાં બાઈક ચોરીના બનાવ સામે આવ્યા છે. એક જ સોસાયટીમાંથી બે બાઈક ચોરી થતાં એક પોલીસ ફરિયાદ નોંંધાઈ છે. જ્યારે એક બાઈક માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. ચાણસ્માની જયવીરનગર સોસાયટીમાં ગુરૂવારે મોડી રાત્રે કોઈ ઇસમો કિરણકુમાર ચંદુલાલ પટેલનું બાઇક નં જીજે 24 એબી 2957ની ચોરી ગયા હતા. શુક્રવારે સવારે વહેલા ઊઠી કિરણકુમાર ચંદુભાઈએ ઘર આગળ પાર્ક કરેલું તેમનું બાઇક જોવા ન મળતાં આજુ બાજુમાં તપાસ કરતા કોઈ જ પત્તો ન લાગ્યો ન હતો. જેથી કિરણભાઈ પટેલે ચાણસ્મા પોલીસ મથકે પોતાનું બાઇક ચોરી થયાની જાણ કરી હતી. જ્યારે એક ફરિયાદ નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...