વતન વાપસી:યુક્રેન ફસાયેલ મીઠીઘારિયાલની યુવતી અને કેશણીનો યુવાન વતન ફરત ફર્યાં

ચાણસ્મા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓપરેશન ગંગાથી છાત્રો વતન પરત આવતાં પરિવારમાં ખુશી

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને " ઓપરેશન ગંગા" અંતર્ગત રોમાનિયાથી એરલિફ્ટ કરીને વતન લાવવામાં આવતા ચાણસ્મા તાલુકાના કેશણી ગામના પૂર્વ મહિલા સરપંચ આશાબેન પટેલ અને મહેશભાઈ પટેલના પુત્ર પટેલ દર્શન તેમજ મીઠીઘારિયાલની અંજલી ઠાકોર ગામમાં પરત ફરતા લોકોએ નિરાત અનુભવી હતી.

સરકાર દ્વારા પરત લાવવામાં આવેલા વિદ્યાર્થીઓને ચાણસ્મા તાલુકા ભાજપ પ્રમુખ ઊપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ અને દૂધસાગર ડેરી બફેલો બોર્ડના ડાયરેક્ટર ચંદુભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી શૈલેષભાઈ પટેલ વગેરેએ આવકાર્યા હતા. ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈએ વીડિયો કોલિંગથી ખબર અંતર પૂછ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...