વિરોધ:કેશણી ગામની પ્રા.શાળાના રૂમો ઉતારવાની હરાજી ગામજનોએ વિરોધ કરી બંધ રખાવી

ચાણસ્મા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય રૂમમાં છતમાંથી પાણી ટંપકતાં બાંધકામ કરવા તંત્ર દ્વારા મંજૂરી મળતા હરાજી રાખી હતી
  • રૂમોનું બાંધકામ મજબૂત હોઈ માત્ર નળીયા કાઢી પતરાં નાખી રિપેરિંગની જરૂર છે: ગામના આગેવાનો

ચાણસ્મા તાલુકાના કેસણી ગામની પ્રાથમિક શાળાના ત્રણ રૂમ ઉતારવાની હરાજી શનિવારે રખાઈ હતી જેમાં ગામલોકોએ શાળાના રૂમ તોડવાનો વિરોધ કરતાં હરાજી બંધ રાખવામાં આવી હતી. પ્રાથમિક શાળા ત્રણ રૂમો જર્જરીત થતા નવા રૂમો બનાવવા માટે એસએમસીએ જિલ્લા કક્ષાએ રજુઆત કરતા જિલ્લા પ્રશાસન દ્વારા નવા રૂમો બનાવવા મંજૂરી મળતાં એસએમસી દ્વારા ત્રણ રૂમોને ઉતારી લેવા અંગેની હરાજી શનિવારે રાખવામાં હતી.પરંતુ ગ્રામજનો દ્વારા રૂમોનું બાંધકામ મજબૂત છે અને તેને માત્ર પતરાં નાખી રિપેરિંગ કરવાની માંગ સાથે હરાજીનો વિરોધ કર્યો હતો .

એસએમસી પ્રમુખ દિપકભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે ત્રણેય રૂમમાં ઉપરથી પાણી પડતું હતું જેના કારણે બાળકો ચોમાસા દરમિયાન ખૂબ જ હેરાન થતાં હતા જેના કારણે રૂમો નવા બનાવવા માટે એસએમસીના સભ્યોને સાથે રાખી શિક્ષણ વિભાગમાં માંગણી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા માંગણી મંજુર થતા શાળાના આચાર્ય અને એસઅેમસીના સભ્યોએ સાથે મળી રૂમોને ઉતારી લેવાની હરાજી રાખવામાં આવી હતી.પરંતુ ગામના આગેવાનો દ્વારા તેનો વિરોધ કરતાં હરાજી બંધ રખાઇ છે.

ગામના આગેવાન ભીખાભાઇ પટેલ સહિત અન્ય લોકોએ જણાવ્યુ હતું કે શાળાનું મકાન અંદાજે સાઈઠથી સિત્તેર વર્ષ જુનું છે પણ તેનું બાંધકામ મજબૂત છે. તેથી ત્રણેય રૂમોને આખા પાડવાની જરૂર નથી તેની દિવાલો મજબુત છે પરંતુ નળીયાની જગ્યાએ પતરાં નાંખવામાં આવે તેવી અમારી માગણી સાથે આજની હરાજી બંધ રખાવી છે અને સરકાર કદાચ સહાય નહીં કરે તો ગામના દાતાઓ પણ શાળાના પતરાં નખાવીને શાળાને તૈયાર કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...