વિવાદ:ચાણસ્માના કેશણીમાં મતદાન પૂર્ણ થયા બાદ બે જૂથ સામસામે

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાણસ્મા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને જૂથના લોકોને સમજાવી મામલો શાંત પાડ્યો

ચાણસ્મા તાલુકાના કેશણી ગામે મતદાન પૂર્ણ થયા બાદ સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ લેતા બંને જૂથો સામસામે આવી ગયા હતા અને મામલો વધારે બિચકે તે પહેલાં જ ચાણસ્મા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચતા બંને જૂથોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. ચાણસ્મા પીઆઇ આર એમ વસાવાએ જણાવ્યું હતું કે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું પરંતુ મતદાન પૂર્ણ થયા બાદ એક જૂથના સભ્ય દ્વારા ઉગ્ર બોલાચાલી કરતા મામલો તંગ બન્યો હતો.

જેની જાણ પોલીસને કરવામાં આવતા ચાણસ્મા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને જૂથના લોકોને સમજાવી મામલો શાંત પાડયો હતો અને જે વ્યક્તિએ ઉગ્ર બોલાચાલી કરી ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો તે વ્યક્તિ ત્યાંથી પલાયન થઈ ગયો હતો. હાલમાં કેસણી ગામમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિ બિલકુલ શાંત છે અને બંને જૂથમાંથી કોઈપણ જૂથના સભ્ય દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેમ પી આઈ એમ વસાવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...