તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:કોંગ્રેસ અંદરો અંદર ટાંટિયા ખેંચમાં જ પૂરી થઈ ગઈ છે : સ્મૃતિ ઈરાની

ચાણસ્મા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાણસ્માના લણવા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે જાહેર સભા યોજાઇ

ચાણસ્મા તાલુકાના લણવા ખાતે ચાણસ્મા તાલુકાની જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 18 બેઠકોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જાહેર સભા મંગળવારે સાંજે યોજાઇ હતી. જેમાં છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર સરકારે મહત્વના નિર્ણયો લઈને સાચી કાર્યશૈલીની ઓળખ જનતાને બતાવી છે.જ્યારે કોંગ્રેસ દ્વારા અંદરો અંદરની ટાંટિયા ખેંચમાં હવે જાણે પૂર્ણ વિરામ તરફ જઈ રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ તેમના માટે થઈ રહ્યું છે.

આ જાહેર સભામાં ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર, પ્રદેશ ભાજપના અગ્રણી રજનીભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, મુકેશભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા, કિરણભાઈ જાની સહિત 18 બેઠકો ઉપર ઉમેદવારી કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં ચાણસ્મા તાલુકાની જન સંખ્યા ઉપસ્થિત રહી હતી.

ઉલ્લેખનીય છે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષ દ્વારા વિશાળ સંખ્યામાં કાર્યક્રમ આયોજન થઈ રહ્યું છે. કોરોના પણ જતો રહ્યો હોય કેવી રીતે લોકો પણ વર્તન કરતાં હોય છે. વરાણાનો ખોડીયાર માતાજીનો 15 દિવસ યોજાતો ધાર્મિક મેળો કોરોનાનું બહાનું કાઢી સરકાર દ્વારા બંધ રખાયો છે પણ વિશાળ જાહેરસભા યોજાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો