તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ચાણસ્માના સેઢાલ ગામે રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં

ચાણસ્મા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં કામગીરી નહીં

ચાણસ્મા તાલુકાના સેઢાલ ગામે ઠાકોર જગશીજી બાબાજીના ઘરથી પટેલ રૂગનાથભાઈના વરંડા સુધીના વિસ્તારનો છેલ્લા કેટલાય વર્ષોથી બનાવેલો રોડ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. અને ચોમાસા દરમિયાન આ રોડ તુટી જવાના કારણે ખાડા ખાબોચિયામાં ચોમાસુ પાણી ભરાઇ જતાં આજુબાજુ 50 વધારે રહેણાંકોના લોકો પરેશાન થઈ રહ્યા છે. એમ્બ્યુલન્સ વાન પણ આ વિસ્તારમાં જઈ શકે તેમ નથી. સામાન્ય વરસાદ થતાં જ પાણી ભરાઈ જાય છે.

વિસ્તારના લોકોએ ત્રણથી ચાર વખત ગ્રામ પંચાયતમાં રોડ બનાવવા રજૂઆતો કરી છે. છતાં પણ પરિણામ શૂન્ય આવે છે. મહિલા સરપંચે જણાવ્યું હતું કે ગામના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભગટર, પીવાના પાણીની પાઈપ લાઈન અને સીસી રોડ સહિતની વ્યવસ્થાનું કામ પૂર્ણ કર્યું છે. જેમ જેમ ગ્રાન્ટ આવતી જશે તેમ બાકીના વિસ્તારોના વિકાસના કામો પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...