તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચાણસ્માના ટાકોદીની ગૌચર જમીનમાંથી 20 અરડૂસા કપાતાં વન વિભાગ દોડતો થયો

ચાણસ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મણિપુરના શખ્સે અરડૂસા કાપી ર0000માં સેંધાના શખ્સને આપ્યા
  • મહેસુલ વિભાગની તપાસ હોઈ વન વિભાગે ચાણસ્મા મામલતદારને જાણ કરી

ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામે સીમ વિસ્તારમાં આવેલા ગૌચરની જમીનમાં મણિપુરા ગામના શખ્સ દ્વારા 20 અરડુસાના ઝાડનું કટિંગ કરાવી આ વૃક્ષો રૂ.20,000 લેખે સેધા ગામના શખ્સને વેચાણ આપી દેતાં વન વિભાગે સ્થળ પર દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.શુક્રવારે પ્રથમ ટ્રેક્ટર ભરાયાની ખાનગી બાતમી આધારે શનિવારે ચાણસ્મા વન વિભાગની ટીમ સ્થળ પર જઇ લાકડા કાપતા મજૂરો અને ટ્રેક્ટર ડ્રાઇવર રાવળ રાજુભાઈ ધનજીભાઈને ટ્રેક્ટર અને લાકડા સાથે અટક કરી ચાણસ્મા વન વિભાગની કચેરીએ લાવી તપાસ હાથ ધરી હતી.

પરંતુ આ બનાવ મહેસુલ વિભાગનો હોવાથી પ્રાથમિક તપાસ કર્યા બાદ વન વિભાગ દ્વારા વધુ તપાસ માટે મામલતદારની જાણકારી અને કાર્યવાહી કરવા જાણ કરાઇ હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ લાકડા ઠાકોર જવાનજી માનસંગજીએ કપાવ્યા હતા અને રાવળ અરવિંદભાઈ ઈશ્વરભાઈને વેચાણ કર્યા હતા તેવું વન વિભાગ દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...