તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણુક:કેસણીના મહિલા સરપંચ સામે થયેલા ઓક્ષેપો ખોટા પડતાં ફરી હોદ્દા સોંપાયો

ચાણસ્મા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલા સરપંચ દ્વારા વિકાસ કમિશ્નરમાં અપીલ કરતા વિવાદિત જોબકાર્ડ સરપંચ બન્યા પહેલાના હોવાનું તપાસમાં ધ્યાને આવ્યું

ચાણસ્મા તાલુકાના કેશણી ગામે મનરેગા જોબ કાર્ડમાં ભ્રષ્ટાચાર કરવા અંગેના આક્ષેપમાં સસ્પેન્ડ થયેલા સરપંચ દ્વારા વિકાસ કમિશ્નરમાં અપીલ કરાતા વિવાદિત જોબકાર્ડ વર્તમાન સરપંચના સત્તા પર આવ્યા પહેલા થયા હોવાનું સાબિત થતા વિકાસ કમિશ્નરના આદેશથી મહિલા સરપંચને ફરીથી હોદ્દા પર સત્તારૂઢ કરાયા હતા. કેસણી ગામના મહિલા સરપંચ આશાબેન મહેશકુમાર દ્વારા નરેગા કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથેની ફરિયાદ ગામના પટેલ ભગવાનભાઈ કાશીદાસ દ્વારા કરાતા મહિલા સરપંચને બે વખત સસ્પેન્ડ કર્યા હતા.

પરંતુ મહિલા સરપંચ દ્વારા વિકાસ કમિશ્નરમાં વારંવાર અપીલ કરતા હતા અને જે જોબકાર્ડ બનાવ્યા હતા તેથી 2016માં બનાવેલા હોવાનું તમામ ચકાસણીને અંતે ઉચ્ચ અધિકારીઓના પણ ધ્યાને આવ્યુ હતું. જ્યારે મહિલા સરપંચ 2017થી સરપંચ તરીકે નિયુક્ત થયા હતા. જેથી કરીને તેમના ઉપર થયેલાઆક્ષેપ હાલ ખોટા પાયા વિહોણા હોવાનું જણાવી મહિલા સરપંચ આશાબેન મહેશકુમારને હોદ્દા પર પુનઃસ્થાપિત કરવા વિકાસ કમિશ્નરનો આદેશ થતાં તાલુકા વિકાસ અધિકારી યશવંત ભાઈ પટેલે મહિલા સરપંચ આશાબેન મહેશકુમારને સરપંચનો પદભાર સુપરત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો