ACBની સફળ ટ્રેપ:પાટણના ધચેલી ગામના તલાટી કમ મંત્રી અને વચેટિયો રૂપિયા 4350ની લાંચ લેતા ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
  • ફરિયાદીને આકારણી અને આવકનો દાખલો કાઢી આપવા બદલ આરોપીએ લાંચની માગણી કરી હતી

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધચેલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વચેટિયો રૂપિયા 4350ની લાંચ લેતા ઝડપાતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ફરિયાદીને આકારણી અને આવકનો દાખલો કાઢી આપવા બદલ તલાટી કમ મંત્રીએ લાંચની માગણી કરી હતી. જે ફરિયાદી આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકુ ગોઠવી તલાટી અને વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

ફરિયાદની વિગત મુજબ, આ કામના ફરિયાદીને લાઈટ કનેકશન મેળવવા માટે મકાનની આકારણીનો અને આવકના દાખલાની જરુરિયાત હતી. જે કાઢી આપવા માટે ધચેલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મનીષ મકવાણાએ 4350 રૂપિયાની માગણી કરી હતી. જે ફરિયાદી આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ છટકું ગોઠવતા તલાટી કમ મંત્રીએ ફોન પર લાંચની માગણી કરી દીલીપ મકવાણા નામના વચેટિયાને આપી દેવા જણાવ્યું હતું. એસીબીએ છટકું ગોઠવી મનીષ મકવાણા અને વચેટિયાને ઝડપી પાડતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...