સમર વેકેશન:પાટણ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત સમર વેકેશન કેમ્પનો શુભારંભ કરાયો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમર વેકેશન કેમ્પમાં ભાગ લેનાર બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ ઉજાગર બને છે: દિલીપજી ઠાકોર
  • જૂદી જૂદી સ્પર્ધાઓમાં ભાગ લઈ રમત ગમત ક્ષેત્રે બાળકો પાટણનું નામ રોશન કરે: કે.સી.પટેલ

ઉનાળાના વેકેશનમાં બાળકોની સુષુપ્ત શક્તિને નિખારવા માટે પાટણ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તારીખ 10 મેથી તારીખ 19 મેં 10 દિવસ સુધી સવારે 8થી 12 કલાકના સમયે શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે સમર વેકેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

વિલાજ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત સમર વેકેશન કેમ્પનો સોમવારના રોજ ચાણસ્માના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, રાષ્ટ્રીય સચિવ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના ભીખાભાઇ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, બ્રહ્માકુમારી નીતાદીદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત સમર વેકેશન કેમ્પમાં ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપજી ઠાકોરે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણની સાથે સાથે બાહ્ય પ્રવૃત્તિઓમાં તૈયાર કરીને તેઓની આંતરિક શક્તિને ઉજાગર કરી શકાય છે.

પાટણ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત વેકેશનના સમય નો સદુપયોગ કરવા અને બાળકોની સુષુપ્ત શક્તિને નિખારવા આયોજિત કરાયેલ સમર વેકેશન કેમ્પ ખરેખર સરાહનીય બની રહેશે. તેઓએ બાળકો ના વાલીઓને પણ પોતાના બાળકોને આવા સમર કેમ્પમાં લાભ લે તે માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલે પણ વેકેશન નાં સમયમાં આયોજિત સમર કેમ્પનો લાભ મોટી સંખ્યામાં બાળકો લે અને પોતાની બાહ્ય શક્તિઓને ઉજાગર કરી પાટણ નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

સમર વેકેશન કેમ્પના શુભારંભ પ્રસંગે બાબુભાઈ રબારી, હેમાંગીબેન પટેલ, લાલેશ ઠક્કર, રમેશચંદ્ર ઠક્કર, ફાલ્ગુની ઠક્કર, હંસાબેન સોલંકી સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભાવોનું રમેશભાઈ ઠક્કર દ્વારા શાબ્દિક સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પાટણ તાલુકા બીટ કેળવણી નિરીક્ષક ચંદ્રકાંતભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...