સરપંચ પદની રેસ:ચાણસ્માના ગલોલીવાસણા ગામે વોર્ડ નંબર-4માં સભ્ય બનવા માટે માતા સામે પુત્ર મેદાને

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ બીજી વાર બિનહરીફ ન થતાં ચૂંટણી યોજાશે

ચાણસ્મા તાલુકાના ગલોલીવાસણા ગામે માતા સામે પુત્ર ચૂંટણી લડી રહ્યો છે. ગલોલીવાસણા ગામે પંચાયતી રાજ્ય અમલમાં આવ્યું ત્યારથી આજ સુધીમાં પહેલા વર્ષ 1980માં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી અને આ વર્ષે એટલે કે 2021માં બીજીવાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. 1980 પછી પણ 30 વર્ષ સુધી સતત ગામ પંચાયત બિનહરીફ થતી હતી. પણ આ વખતે એટલે કે 2021ની ચૂંટણીમાં સમજૂતી ન થતા 30 વર્ષ બાદ ફરીથી બિનહરીફની પરંપરા તૂટી રહી છે.

જેમાં સરપંચ તરીકે મહિલા ઉમેદવારની અનામત સીટ હોવાથી સરપંચ તરીકે મમતાબેન હેમરાજભાઈ રબારી અને કોકીલાબેન ચેનાજી ઠાકોર ઉમેદવારી કરી રહ્યા છે. જ્યારે ગામના 8 વોર્ડ પૈકી 7 વોર્ડ સમજૂતીથી બિનહરીફ થયા છે. જ્યારે વોર્ડ નંબર- 4ની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં સ્થાનિક રાજકારણના કારણે માતા-પુત્રએ એક જ ઘરમાં રહેતા હોવા છતાં એક જ છત્રછાયામાં રહેતા માતા-પુત્ર સામસામે ઉમેદવારી નોંધાવી છે.

માતાના આશીર્વાદથી પુત્ર જીતનો દાવો
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાત વોર્ડ બિનહરીફ થયા છે જ્યારે વોર્ડ નંબર 4માં દશરથભાઈ સોમાભાઈ સેનમા અને તેમના માતા દિવાબેન સોમાભાઈ સેનમાં ચૂંટણી લડી રહ્યા છે. પરિવારમાં કે ઘરમાં કોઈ મનદુઃખ રાખ્યા વિના ચૂંટણી લડી રહ્યા છીએ તેમ દિવાબેનએ જણાવ્યું હતું. જ્યારે માતા સામે ચૂંટણી લડી રહેલા દશરથભાઈએ જણાવ્યું હતું કે હું મારી માના આશીર્વાદથી વિજય પ્રાપ્ત કરીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગામના અગ્રણીઓ શું કહે છે
પૂર્વ સરપંચ ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે 1980માં અને હવે બીજી વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. દુઃખની વાત એ છે કે ગામ આખું ભેગું થઈ છેલ્લા પંચાયત રાજ પછી એક જ જ્ઞાતિના ઉમેદવારની સરપંચ તરીકે સર્વ સંમતિથી બિનહરીફ કરવામાં આવતા હતા. આ વર્ષે ઠાકોર સમાજના અગ્રણીઓએ ગામ લોકો પાસે તેમના સમાજના ઉમેદવારને બિનહરીફ તરીકે સરપંચ બનાવાય તેવી માંગ કરી હતી પરંતુ તેમાં સમજૂતી ન થતા આ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...