કામગીરી ઠપ:ચાણસ્મા મામ.કચેરીમાં 3 દિવસથી સર્વર ડાઉન,અરજદારોને ધરમધક્કા

ચાણસ્મા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવકના દાખલા,જમીનના ઉતારા ક્રિમિલેયર પ્રમાણપત્ર સહિતની કામગીરી ઠપ

ચાણસ્મા મામલતદારમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન થતાં આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા તેમજ ઈ-ધરા કામકાજ જેવી વિવિધ કામગીરીમાં અડચણ ઉભી થતાં અરજદારોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવકના દાખલાની જરૂરિયાત હોય અને ખેડૂતોને પાક ધિરાણની લોન લેવા માટે આવકનો દાખલો, જમીનના ઉતારાની જરૂરિયાત હોવાથી મામલતદાર કચેરી ખાતે આવતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે સર્વર ડાઉન હોવાના કારણે આવકના દાખલા કાઢવાની કામગીરી ઠપ થતાં ગ્રામીણ અરજદારોમાં ધક્કા પડતા તંત્ર પ્રત્યે રોષ ઠાલવતાં જોવા મળ્યા હતા.

કરમશી દેસાઈએ જણાવ્યું કે ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે આવકનો દાખલો લેવા માટે આવ્યા હતા પરંતુ ઓનલાઈન સિસ્ટમ બંધ હોવાના કારણે ધક્કો પડ્યો છે. જયંતીજી ઠાકોરે જણાવ્યું કે પાક ધિરાણ સહિત સરકારી કામમાં આવકનો દાખલો જમીનના ઉતારાની જરૂરિયાત હોવાથી છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઈએ છીએ આ અંગે મામલતદાર જેટી રાવલે જણાવ્યું કે ઓનલાઈન સિસ્ટમ આગળથી બંધ હોવાથી જિલ્લા કક્ષાએ ઓનલાઈન સિસ્ટમ ઝડપી શરૂ થાય તે માટે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...