હાલાકી:વરસાદથી ચાણસ્મા શહેરના વિવિધ વિસ્તારના રોડ બિસમાર બનતાં હાલાકી

ચાણસ્મા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નગર પાલિકા દ્વારા રોડ ઉપર પડેલા 70 ખાડાઓમાં હંગામી પુરાણ કરાયું

ચાણસ્મા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસા બાદ રોડ ઉપર કપચી ઉખડી જતા ખાડા પડી જતાં બદતર થવા પામી છે અને શહેરમાં પસાર થતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે. વરસાદ પહેલા પણ ચાણસ્મા શહેરના રોડની હાલત ખરાબ હતી અને વરસાદ પછી વધારે ખરાબ થઈ જવા પામી હતી. વરસાદ પછી નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તાર બજારમાં સરદાર ચોક વિસ્તારમાં રોડ ઉપર પડી ગયેલા ખાતાઓનું હાલ તો હંગામી ધોરણે પુરાણ કરાયું છે તે પણ હવે તૂટવા લાગ્યું છે. ચાણસ્મા તાલુકા પંચાયતની સામેનો રોડ પર ખાડા પડી જવાના કારણે મગરની પીઠ સમાન બની ગયો છે.

ગામના યુવા અગ્રણી મિહિર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ચાણસ્મા શહેરમાં ક્યાંય નવો રોડ બન્યો નથી. છેલ્લા બે વર્ષથી ચાણસ્મા શહેરમાં રોડની હાલત અતિ ગંભીર થઈ ગઈ છે અને આ વર્ષે તો વધારે વરસાદ પડવાના કારણે શહેરી વિસ્તારના બસ મથકની સામે સરદાર ચોકમાં પી.પી.હાઇસ્કૂલ વિસ્તારમા અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ક્યાંય રોડ જેવું રહ્યું નથી વરસાદ બાદ પાલિકા દ્વારા રોડ ઉપરના ખાડા પુરાણ કરાયું હતું પરંતુ તે પણ હવે ઉખડી જવા પામયા છે નગરજનો નવો રોડ ક્યારે બનશે તેની કાગ ડોળે રાહ જોઇ રહયા છે.

પાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાણસ્મા શહેરમાં ચોમાસાના વરસાદ બાદ ભારે વરસાદ પડવાથી શહેરી વિસ્તારમાં અંદાજે 70 જેટલા ખાડા પડયાં હતા અને તેને તાત્કાલિક હંગામી ધોરણે ખાડાપુરાણ કરાયું છે પરંતુ શહેરી વિસ્તારના રોડનું રિસર્ફેસિંગ કામ અંગે ગાંધીનગર વિકાસ કમિશનરમાં મંજુરી માટે મોકલી આપેલ છે અને મંજુર થઈ આવે ટેન્ડરીંગ પ્રક્રિયા બાદ શહેરી વિસ્તારના રોડનુ રિફર્શિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...