તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:ચાણસ્માના ધિણોજમાં નિવૃત કર્મીએ પૌરાણિક અને ધાર્મિક સ્થાનો પર દબાણ કરતાં રજૂઆત

ચાણસ્માએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરપંચ અને ગ્રામજનોએ કલેક્ટર, પ્રવાસન નિગમ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી
 • પૌરાણિક વાવ, સોલંકી યુગના મંગલેશ્વર મહાદેવ મંદિર, લક્કડનાથ મહારાજ સમાધિ સ્થળમાં દબાણ થયાની રાવ

ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામનાં નિવૃત્ત કર્મચારી દ્વારા ગૌચર જમીન હક પ્રાપ્તિના કાયદાના ઓથા હેઠળ પૌરાણિક વાવ, સોલંકી યુગના મંગલેશ્વર મહાદેવ મંદિર તેમજ લક્કડનાથ મહારાજ સમાધિ સ્થળમાં ગેરકાયદેસર કબજો કરી દબાણ કરતાં ગામ લોકો અને ગ્રામ પંચાયતે સાથે મળીને મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ મંત્રી સહિત કલેકટર કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

ધીણોજમાં સવાસો વર્ષ જુના રામાપીરનું મંદિરે 1995થી વિવિધ ધાર્મિક કાર્યક્રમો, મેળાઓ થતા હતા. પરંતુ ગામના જ વ્યક્તિએ જગ્યામાં ગેરકાયદે કબજો કરતાં પુરાતત્વ વિભાગ, મુખ્યમંત્રી સહિત યાત્રાધામ વિકાસ મંત્રી અને કલેક્ટરને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ યોગ્ય ઉકેલ આવ્યો નથી.

ધીણોજ સરપંચ શું કહે છે
ધીણોજના મહિલા સરપંચ કૈલાશબેન ચૌધરીએ જણાવ્યું કે ધાર્મિક જગ્યામાં ગામના ઈસમ દ્વારા ગેરકાયદેસર કબજો કરાયો હોવાની પંચાયતમાં રજૂઆતો આવતા ગ્રામ પંચાયત દ્વારા લોકોના સહયોગ સાથે કલેકટર, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ તેમજ ભારત સરકારનું પુરાતત્વ વિભાગમાં પાટણ ખાતે આવેલ વિભાગીય કચેરીને રજૂઆતો કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો