તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:લણવા હાઈવેથી ત્રિભુવન વિદ્યાલય સુધીના રોડ પર કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં

ચાણસ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીર મહારાજના મંદિરના વરંડાની દિવાલ દૂર કરી અન્ય રોડની આજુબાજુના દબાણો દૂર ન કરાતાં વ્હાલા-દવાલાની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ

ચાણસ્મા તાલુકાના લણવા ગામે લણવા હાઈવેથી ગામમાં થઈ ત્રિભુવન વિદ્યાલય ગ્રામ સડક યોજના અંતર્ગત એક કિલોમીટર સુધીના રોડનું નવિનીકરણ કરાઈ રહી છે ત્યારે રોડનું કામ શરૂ કરવામાં આવતા નવાગામમાંથી પસાર થતા આ રોડની બંને બાજુની સાઈડોમાં કાચા-પાકા નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરી હતી. ત્યારે વીર મહારાજના મંદિરના વરંડાની દીવાલ પર કરાતા એક સમાજમાં દુઃખની લાગણી વ્યાપી હતી

લણવા ગ્રામ પંચાયતના સરપંચ તખતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગ્રામ સડક યોજના અન્વયે હાઇવેથી લણવા ગામમાં થઈને ત્રિભુવન વિદ્યાલય સુધી એક કિલોમીટરના રોડનું નવિનીકરણ થઈ રહ્યું છે ત્યારે ગામમાં પ્રકાર તથા આ રોડની બંને બાજુની સાઈડોના દબાણો દૂર કરી રહ્યા છે અને તેમાં વીર મહારાજની વાત પણ નથી કરતી જેને અમે કોઈપણ વ્હાલા-દવલાની નીતિ રાખ્યા સિવાય કે ભેદભાવ રાખ્યા સિવાય રોડની બંને બાજુના નડતરરૂપ કાચા પાકા દબાણો હટાવ્યામાં આવ્યા છે. કેટલાક સમજુ લોકોએ સ્વેચ્છાએ દબાણો દુર કર્યા છે.

ભરતભાઈ હડિયોલ જણાવ્યું હતું કે ગામનો વિકાસ થાય તેમાં અમારો સહકાર હોય પરંતુ સરપંચ દ્વારા અમારા આસ્થાના કેન્દ્ર એવા વીર મહારાજના મંદિરના વરડાની દીવાલ જ દૂર કરી અને રોડની સાઈડમાં અન્ય કાચા પાકા દબાણો દૂર ન કરાતા દુઃખની લાગણી વ્યાપી જવા પામી છે. અમારી એક જ માગણી છે કે હાઈવેથી ત્રિભુવન વિદ્યાલય સુધીના આ રોડનું નવિનીકરણમાં રોડની બંને બાજુ આવતા કાચા પાકા દબાણો દૂર કરાય તેવી માંગણી છે અને અમો એ મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ આવા દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ભેદભાવ રાખ્યા વિના કામગીરી કરે તેવી માંગ કરી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...