તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઝિલિયા અને રણાસર ગામના તળાવો ભરાયા હતા. પરંતુ તંત્રની બેદરકારીના કારણે ઘણા તળાવ ઓવરફલો થતાં તળાવનું પાણી ગામમાં આવી જતાં ગામ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.
સુજલામ સુફલામ યોજના અન્વયે ચાણસ્માના રણાસરનું તળાવ ભરવામાં આવ્યું છે. જે ભરાયા બાદ પણ પાણીનો આવરો ચાલુ રહેતાં તળાવ ઊભરાઈ પાણી ગામમાં રેલાઈ રહ્યું છે. જેના કારણે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. અને ગ્રામજનોને ગામમાંથી બહાર જવા આવવામાં પણ મોટી તકલીફ ઉભી થઇ છે. જે સંદર્ભે ઝિલિયા અને રણાસરના ગામ લોકો દ્વારા નર્મદા વિભાગને પણ જાણ કરવામાં આવી છતાં પણ નર્મદા વિભાગ આ પ્રશ્ન અમારા વિભાગમાં આવતું ન હોવાનું જણાવી જવાબદારીમાંથી છટકવા પ્રયાસ કર્યો હતો.
રણાસર સરપંચ શું કહે છે
રણાસરના સરપંચ કૈલાસબેન ચંદુજી ઠાકોરે જણાવ્યું હતું કે ગામનું તળાવ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ભરાતાં ત્રણ દિવસથી ઓવરફલો થતા પાણી ગામના નાકા સુધી આવી ગયું છે. આ પાણી બંધ કરાવવા માટે નર્મદા વિભાગને જાણ કરતાં આ પ્રશ્ન અમારામાં આવતો નથી તેમ જણાવ્યું હતું.
અધિકારી શું કહે છે
સુજલામ સુફલામના વિભાગના અધિકારી ડી.એલ. પટેલે જણાવ્યું હતું કે અમારા ધ્યાને આ તળાવ ઓવરફ્લો થયાની કોઈ હકીકત આવી નથી. પરંતુ તાત્કાલિક આ પાણી બંધ કરાવવા અમારા ઓપરેટરને સુચના આપીને બંધ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.