નિરાશા:ધિણોજ ગામમાં સમસ્યાઓ, બેરોજગારી, મોંઘવારી, ન થયેલા વિકાસકામો અંગે નિરાશા

ચાણસ્મા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવું પોલીસ સ્ટેશન બનાવવા માટે જગ્યાની ફાળવાઈ પણ બનાવાયું નથી

12,000ની વસ્તી ધરાવતું ચાણસ્મા તાલુકાનું મોટું ગામ ધીણોજ ગામ 50 વર્ષ પહેલાં રંગાટી કાપડ, ગોળ અને જીનના વ્યવસાયથી ઉત્તર ગુજરાતમાં વિખ્યાતી ધરાવતું હતું. સમય જતાં વેપાર પીઠા ઉપર સીધી અસર પડી છે. 5મી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારે ધીણોજના મતદારોએ સમસ્યાઓ, મોંઘવારી, બેરોજગારી, વિકાસના નહીં થયેલા કામો અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

સામાજિક કાર્યકર રઘુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રસ્તાઓ સાંકડા થયા છે. ગામમાં જુના સમયનું પોલીસ સ્ટેશન બનાવ્યું હતું. જે જર્જરિત થયેલ હોવાથી હાલમાં તેને બંધ કરી દેવાયું છે. નવું બનાવવા માટે હાઇવે ઉપર તેની જગ્યાની ફાળવણી પણ કરાઈ છે પરંતુ જન પ્રતિનિધિ ભાજપના હોવા છતાં બનાવી શક્યા નથી.

મોંઘવારીના સમયમાં ઘરનું કેવી રીતે પૂરું કરવું તે મારું મન જાણે છે
જયેશભાઈ સથવારાે જણાવ્યું કે મારા ઘરમાં 8 વ્યક્તિઓનો પરિવાર છે. કમાવાવાળો હું એકલો છું ખેતી ઉપર નિર્ભર છે પણ આવક પૂરતી મળતી નથી મોંઘવારીના સમયમાં ઘરનું કેવી રીતે પૂરું કરવું તે મન જાણે છે.

ક્યાંક પેપર ફૂટે છે તો ક્યાંક લાગવગ ચાલે છે, કેટલાય બેરોજગાર છે
ધીણોજના દક્ષાબેન ચૌધરીએ જણાવ્યું કે હું એમ એ બી એડ છું. કેટલીય વાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી કોઈ સફળતાઓ મળતી નથી. સરકારની નીતિઓના કારણે આજે કેટલાય બેરોજગારો ઊભા થઈ રહ્યા છે.ક્યાંક પેપર ફૂટી જાય છે તો ક્યાંક લાગવગથી કેટલાક લાગી જાય છે.

અન્ય સમાચારો પણ છે...