તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ધિણોજની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા મર્જ કરવાના નિર્ણય સામે રોષ

ચાણસ્મા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે ખતરો ઉભો થવાની ભિતી
  • વાલીઓએ દેખાવ પ્રદર્શન કરી ગામના સરપંચને આવેદનપત્ર આપ્યું

પાટણ જિલ્લા પંચાયત દ્વારા ધીણોજની પ્રાથમિક કુમાર અને કન્યા શાળા મર્જ કરવા નિર્ણય કરાતા ધીણોજના ગ્રામજનો અને વાલી મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. સોમવારે પ્રાથમિક કુમાર શાળાના પ્રાંગણમાં ગામની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ એકત્ર થઈ પ્રતિક ઉપવાસ કરી શાળા મર્ઝ કરવાના નિર્ણયને વખોડીને જિલ્લા પંચાયત દ્વારા નિર્ણયને રદ કરવા માટે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કૈલાશબેન ચૌધરીને આવેદનપત્ર આપ્યું હતું. વાલીઓએ જણાવ્યુું હતું કે બંને શાળાઓ મર્જ કરવાથી વિદ્યાર્થિનિઓની સુરક્ષા સામે ખરતો ઉભો થશે. સરપંચે કહ્યું રજૂઆત કરાશે.

અન્ય સમાચારો પણ છે...