કોરોના કેસમાં ઘટાડો:ચાણસ્મા તાલુકાનાં 59 ગામો પૈકી 45 ગામમાં હાલ એકપણ કોરોના કેસ નહીં

ચાણસ્મા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં  વેક્સિનેશન અભિયાન  હાથ ધરાયું - Divya Bhaskar
ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન અભિયાન હાથ ધરાયું
  • સરપંચ અને તલાટીઓને જાહેર મેળાવડા પર નજર રાખવા સૂચના અપાઈ
  • મીઠાધરવા, દાણોદરડા, દેલમાલ, ગંગેટ, કંબોઈ ગામમાં 45 વર્ષથી ઉપરનાંને કોરોના રસી અપાઈ

મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત ચાણસ્મા તાલુકાના દાણોદરડા, મીઠાધરવા, ગંગેટ, દેલમાલ, કંબોઈ ગામના 45 વર્ષથી ઉપરના લોકોનું કોરોના સંક્રમણ અંતર્ગત વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા દાણોદરડા ગામે 45, દેલમાલ ગામે 55, ગંગેટ ગામે 25, મીઠાધરવા ગામે 75 વ્યક્તિઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

તાલુકા આરોગ્ય અધિકારી પી.કે કડિયાની રાહબરી નીચે પલાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ર્ડા. કિરણભાઈ પટેલ તેમજ આરોગ્ય કાર્યકર પિંકીબેન પટેલ સહિતનાં આરોગ્ય કર્મીઓ જોડાયા હતા. મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ચાણસ્મા તાલુકાના 59 ગામો પૈકી 45 ગામોમાં એકપણ એક્ટિવ કેસ ન હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. જે તે ગામના સરપંચ અને તલાટી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખે મોટા મેળાવડાઓ ગામમાં થાય નહિ માસ્ક ફરજિયાત પહેરે જે સહિતનું પુરેપુરી કાળજી રાખવામાં આવતી હોવાનું પણ આરોગ્ય અધિકારી કડિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...