તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજદોરો પરેશાન:ચાણસ્મા સુવિધા કેન્દ્રમાં ઓપરેટર છુટો કરી દેવાતાં આધારકાર્ડની કામગીરી ઠપ

ચાણસ્મા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માસથી આધારકાર્ડની કામગીરી બંધ રહેતાં અરજદોરો પરેશાન
  • પ્રાંત કક્ષાએથી સંચાલન થતું હોઈ નવો ઓપરેટર મુકવાની હૈયાધારણા

ચાણસ્મા તાલુકામાં છેલ્લા ત્રણ માસથી આધારકાર્ડ કાઢવાની કામગીરી બંધ થઈ જતાં તાલુકાના અરજદારો મામલતદાર કચેરીના ધરમધક્કા ખાઇને હેરાન પરેશાન થઈ રહ્યા છે. ચાણસ્માના સુવિધા કેન્દ્રમાં આધારકાર્ડ કાઢવાની વ્યવસ્થા હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કારણસર તે કામગીરી બંધ કરી દેવાતા હાલમાં ચાણસ્મા તાલુકાના અરજદારો આધારકાર્ડ માટે હેરાન થઈ રહ્યા છે.મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ કઢાવવા આવેલા અરજદાર ગોખરવાના નિર્મળાબેન પરમારે જણાવ્યું હતું કે મારી પુત્રીને આધારકાર્ડ ખોવાઈ જતાં અભ્યાસમાં સ્કોલરશીપના ફોર્મ માટે જરૂરિયાત હોઈ ચારથી પાંચ વખત મામલતદાર કચેરીના ધક્કા ખાધા પરંતુ આધારકાર્ડ નીકળતું નથી.

આ અંગે મામલતદાર જનકકુમાર રાવલે જણાવ્યું હતું કે ચાણસ્માના સુવિધા કેન્દ્રમાં આધારકાર્ડ કાઢવાની કામગીરી થતી હતી અને જેનું સીધું સંકલન પ્રાંત ઓફિસથી થતું હોય છે. કોઈ કારણોસર અગાઉના ઓપરેટરને ફરજ મોકૂફ કરાયો હોવાથી હાલમાં કામગીરી બંધ છે. પરંતુ ટૂંક સમયમાં ઓપરેટર મૂકીને ફરીથી કામગીરી શરૂ કરવા પ્રાંત ઓફીસથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તો આધારકાર્ડની કામગીરી બંધ રહેતાં તાલુકાના અરજદારોએ તાલુકા સુધીના ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...